દિલ્હીમાં પ્રદૂષણ અંગે કેજરીવાલ કેબિનેટની આપાત બેઠક, લીધા કડક નિર્ણય

નવી દિલ્હી: દિવાળીમાં ફટાકડાથી થનાર પ્રદૂષણે આખા દિલ્હીને પોતાની ચપેટમાં લઇ લીધું છે. આજે સતત સાતમાં દિવસે પણ આખા દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસનો કહેર યથાવત છે. પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે તે માટેની તત્કાળ કરાર જણાવ્યો છે. સોમવારે દિલ્હી અને તેના આસપાસના રાજ્યો (યુપી, હરિયાણા અને પંજાબ) ના પર્યાવરણ મંત્રીઓની મિટીંગ બોલાવી છે, જ્યારે દિલ્હીમાં પ્રદૂષણને લઈને સીએમ કેજરીવાલે આજે પોતાના ઘરે કેબિનેટની આપાતકાલીન બેઠક બોલાવી છે.

પ્રદૂષણ સામે લડવામાં દિલ્હી સરકારની લાપરવાહીને લઈને જંતર મંતર પર બાળક અને લોકો પ્રદર્શન કરવા પહોંચ્યા છે. એક પ્રદર્શનકારીએ જણાવ્યું છે કે, ‘દિલ્હીમાં પ્રદૂષણથી શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી થઇ ગઇ છે. બાળકોની તબિયત બગડી રહી છે. જો તાત્કાલિક કશું થશે નહીં તો ભવિષ્ય જોખમમાં છે. અમે લોકો દર રવિવારે જંતર મંતર પર પ્રદર્શન કરીશું. સરકારે અમારું સાંભળવું પડશે.

નોંધનીય છે કે, દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ ક્રોપ બર્નિંગ છે. દિલ્હી સરકારે એનજીટીને જણાવ્યું કે, વધારે વાયુ પ્રદુષણ હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં પાક સળગાવી દેવાના કારણે થયું છે. જો કે, એનજીટીએ કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ માત્ર પાક સળગાવવાના કારણે વધ્યું નથી. એનજીટીએ કહ્યું કે, અમે જોયું છે કે, સાઉથ દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં બિલ્ડર્સ કન્સ્ટ્રકશન દરમિયાન નિયમોની મજાક ઉડાવી રહ્યા છે. તેમને રોકનાર કોઈ નથી. કન્સ્ટ્રકશન દરમિયાન ધૂળ પ્રદૂષણ વધવાનું મોટું કારણ છે. ધૂળ, પ્લાસ્ટિક બર્નિંગ અને કચરાને સળગાવવા માટે હજુ સુધી એજન્સીઓ શું કરી રહી છે.


એનજીટીએ ચાર રાજ્યો દિલ્હી, હરિયાણા, પંજાબ અન રાજસ્થાનના પર્યાવરણ સચિવોને પણ ક્ષેત્રમાં પ્રદૂષણ વધારવાના મુદ્દા પર સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જ પાકને સળગાવવા અને પ્રદૂષણ નિયંત્રણ પર એક રીપોર્ટ પણ આઠ નવેમ્બરે સબંધિત રાજ્યોના પર્યાવરણ સચિવોને સોંપવાનું કહ્યું છે.


વધતાં પ્રદૂષણને લઇને રિપોર્ટમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણે 17 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. રિપોર્ટનું માનીએ તો દિલ્હી સામાન્ય કરતાં 20 ગણું વધારે પ્રદૂષિત થઇ ગયું છે. દિલ્હીનામ દક ચોથા બાળકે ફેફસાની ફરીયાદ છે.

પ્રદૂષણને કારણે શનિવારે દિલ્હીમાં આશરે 1800થી વધારે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદૂષણના કારણે ત્રણે નગર નિગમોમાં શનિવારે સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી હતી. ત્રણે એમસીડીમાં કુલ 1728 સ્કૂલ છે. એમાં 10 લાખથી વધુ બાળકો ભણે છે.

દિલ્હી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય

ત્રણ દિવસ સુધી સરકારી-ખાનગી સ્કૂલ બંધ રહેશે

બદરપુર થર્મલપાવર પ્લાનટથી 10 દિવસ ફ્લાઇએશ લઇ જવા પર પ્રતિબંધ

ઓડ ઇવનની ત્રીજા ચરણની તૈયારી શરૂ

સોમવારથી દરરોજ રસ્તા પર પાણીનો છંટકાવ

દિલ્હીમાં પાનને સળગાવવા પર પ્રતિબંધ

You might also like