આ 8 કારણો દ્વારા જાણો, કેજરીવાલ અને કન્હૈયા કેમ છે બંને એક જેવા

જે આજે દિલ્હીના મુખ્યમંત્રી છે તેને કોંગ્રેસે નાયક બનાવ્યા તો આજે જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને બીજેપીની રાજકારણે હીરો બનાવી દીધો. બંનેની ઝુંબેશ આઝાદી છે અને બંનેનું લક્ષ્ય આમ આદમીનો વિકાસ છે. ચાલો જાણીએ કેમ એકબીજાથી મળતા-ભળતા લાગે છે કેજરીવાલ અને કન્હૈયા-

1.કોંગ્રેસ અને બીજેપીનું કનેક્શન
-અરવિંદ કેજરીવાલ દિલ્હીથી લઇને દેશના દરેક ખૂણામાં ચર્ચિત છે અને એક પ્રભાવી રાજનેતા તરીકે તરી આવ્યા છે. કેજરીવાલ રાજકારણમાં આવે તે માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો હાથ છે. દિલ્હીમાં કોંગ્રેસની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કેજરીવાલને દેશને જનતાએ હાથો હાથ લીધા.

-કન્હૈયા કુમારને જેએનયૂમાં આરએસએસ અને બીજેપીની દરમિયાનગિરીને મુદ્દો બનાવ્યો, તાજેતરમાં જ કથિત રાષ્ટ્રવિરોઘી કાર્યક્રમમાં કન્હૈયાનું નામ સામે લાવવામાં બીજેપી અને તેના સંગઠન એબીવીપીનો હાથ છે

2.બંને આંદોલન દ્વારા હીરો બન્યા
-અરવિંદ કેજરીવાલને અન્ના હજારેના જનલોકપાલ આંદોલને હીરો બનાવ્યા.

-કન્હૈયા કુમારને જેએનયૂમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રદ્રોહ લડાઇએ હીરો બનાવ્યા.

3.કેજરીવાલે પણ આવું કીધું હતું
-અન્ના આંદોલનના વખતે કેજરીવાલને લગભગ રાજનિતીમાં આવાનાને લઇને પૂછવામાં આવેલા બાર પ્રશ્નને લઇને કહ્યું હતું કે તે રાજકારણ કરવા નથી આવ્યા. તે રાજનીતિની મુખ્યધારાથી નહીં જોડાય. જો કે પછી તે અન્નાથી અલગ થઇ ગયા અને પાર્ટી બનાવી લીધી.

-કન્હૈયા કુમારે પણ જેલમાંથી છૂટ્યા બાદ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તે નેતા બનવા નથી માંગતો. તે શિક્ષક બનવા માંગે છે. જો કે જેએનયૂ વિવાદે તેનો રાજકીય માર્ગ સરળ કરી દીધો છે.

4.આઝાદીની ઝુંબેશથી બંને ચર્ચામાં આવ્યા
કેજરીવાલએ અન્ના સાથે મળીને દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા અને ભ્રષ્ટાચારથી આઝાદી અપાવવાની ઝુંબેશ આદરી હતી અને દિલ્હીની સત્તા સંભાળ્યા પછી પણ તે સતત તેમની તે વાતનું પુનરાવર્તન કરે છે.

કન્હૈયા કુમારે કહ્યું કે તે દેશમાંથી નહી પરંતુ દેશમાં આઝાદી ઇચ્છે છે. તે દેશને ગરીબી, ભૂખમરો, ભેદભાવમાંથી આઝાદી અપાવવા માંગે છે.

5.જનતાની લડાઇની સાથે આગળ વધ્યા
-અરવિંદ કેજરીવાલે આમ આદમીના હકની લડાઇનો નારો આપીને રાજનીતિમાં એન્ટ્રી મારી.

-કન્હૈયા કુમારે કહ્યું કે તે આમ વિદ્યાર્થીઓની લડાઇ લડા રહ્યા છે અને ઇચ્છે છે કે બઘા ભણે અને તેમની માફક આગળ વધે.

6.બંને તિહાડ જેલ ગયા
-અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના માનહાનિના મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં મે 2014માં ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલ્યા હતાં

-કન્હૈયા કુમારને 9 ફેબ્રુઆરીએ જેએનયૂમાં થયેલી કથિત દેશવિરોધી ઘટનામાં સામેલ રહેવાના આરોપમાં પટિયાલા હાઉસ કોર્ટે જ ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલ્યો હતો. હાલમાં કન્હૈયા કામચલાઉ જામીન પર છૂટ્યો છે.

7.સાદગી એ જ ઓળખ
-કેજરીવાલ તેમની સાદગીના કારણે ખુબ ચર્ચામાં રહ્યા હતાં. કેજરીવાલનો ડ્રેસ કોડ પણ તેમની એળખ થઇ ગયો છે.

-કન્હૈયાની સાદગી પણ લોકોની સામે છે. વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ બન્યા પછી તેનામા બધા વિદ્યાર્થીઓ નેતાઓ જેવો રોફ નથી.

8.હાલમાં બંને બીજેપીની વિરુદ્ધ
-દિલ્હીમાં ફરી સત્તા મેળવવી હોય કે પછી 2014ની લોકસભા ચૂંટણી, કેજરીવાલની લડાઇ કોંગ્રેસથી હટીને બીજેપી તરફ આવી ગઇ. દેશની રાજધાનીમાં તમામ વહીવટી મુદ્દા પર કેજરીવાલ અને બીજેપીની લડાઇ ખુલીને સામે આવી ગઇ છે.

-કન્હૈયાની લડાઇ પણ જેએનયૂમાં કથિત રાષ્ટ્રવિરોધી ગતિવિધિને મુદ્દો બનાવનાર બીજેપીની વિરુદ્ધ જ છે. જેલથી છૂટીને પછી કન્હૈયાની વાતમાં આરએસએસ અને બીજેપી વિરુદ્ધ ચોખ્ખો ગુસ્સો દેખાય છે.

You might also like