પોતાની ડિગ્રી સાર્વજની કરે PM મોદીઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડિગ્રી બાબતે નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પોતાની ડિગ્રી સાર્વજનિક કરવી જોઇએ. જેથી લોકોને ખ્યાલ આવે કે તેમના પીએમ કેટલું ભણેલા છે.

કેજરીવાલે એમ પણ જણાવ્યું છે કે લોકોને ખ્યાલ આવવો જોઇએ કે આખરે જેમણે તેમને નોટબંદી જેવી મુશ્કેલીમાં મૂકી દીધા છે તે કેટલા ભણેલા છે. આમ તો PM પોતાની સભામાં કહેતા હતા કે તેઓ કોલેજ નથી ગયા. બાદમાં ખ્યાલ આવ્યો કે તેઓએ ડિસ્ટન્સ લર્નિગથી ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ સાથે જ તેમણે આગળ જણાવ્યું છે કે નોટબંદીથી ગરીબો અને ખેડૂતોને મુશ્કેલી થઇ ત્યાર પછી તો પીએમ કાળાનાણાથી અમીરોના નહીં પરંતુ ગરીબ ખેડૂતોની લોન માફ કરવા જોઇએ.

home

You might also like