કેજરીવાલે ‘હનુમાન’નું કાર્ટુન પોસ્ટ કરી વિવાદ ઊભો કર્યો : હિન્દુ અને મુસ્લિમ ભડકી ઊઠયા

નવી દિલ્હી : દિલ્હીના સીએમ કેજરીવાલે માઈક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર ભગવાન હનુમાનનું એક કાર્ટુન પોસ્ટ કરી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. ટ્વિટર પર હિન્દુઓ અને મુસ્લિમો આ માટે કેજરીવાલની ટીકા કરી રહ્યા છે.

કાર્ટુનમાં હનુમાન પીએમ મોદીને કહી રહ્યા છે કે કામ થઇ ગયું, હવે બધુ ધ્યાન જેએનયુ તરફ થઇ ગયું છે ત્યાં કેટલાક મીડિયાવાળાને પણ બતાડવામાં આવ્યા છે જે જેએનયુ તરફ દોડતા દેખાય છે. મોદી જે મંચ ઉપર ઊભા છે તેના પર મોંઘવારી, તૂટતં શેરબજાર, વિધાનસભાની ચૂંટણી જેવા તમામ મુદ્દાઓ લખાયા છે.

એક યૂઝર જૈદ હામીદે લખ્યું છે કે, દુનિયાના તમામ બીજા દેશોમાં મોહંમદ સાહેબના અપમાન પર મોતની સજા અપાઇ છે તો ભારતમાં હિન્દુનું અપમાન કરવાથી તમને વોટબેંક મળે છે. જોયા અંસારી લખે છે કે, હું મુસ્લિમ છું છતાં મને આ અપમાનજનક લાગે છે.

You might also like