ચંદીગઢ: આપના પૂર્વ કન્વીનર સુચ્ચા સિંહ છોટેપુરે કહ્યું કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલ અથવા તો તેમની પત્ની સુનીતા કેજરીવાલ માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. અહીં ‘આપ’ના સીએમ બનવા જઇ રહ્યાં છે. અહીં ‘આપ’ના સીએમ બનવાનું જે પણ સપનું જોશે તેને મારી માફક બલિના બકરો બનવા માટે તૈયાર રહેવું પડશે.
છોટેપુરે કહ્યું કે પંજાબમાં કેજરીવાલ પોતાની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી પદની ઉમેદવાર બનાવી શકે છે અને તેમને ફતેગઢ સાહિબથી ચૂંટણી લડાવી શકે છે. તે મૂળરૂપથી ફતેહગઢની રહેવાસી છે. તો બીજી તરફ ‘આપ’એ નવજોત સિંહ સિદ્ધૂ સાથે પણ અંતર બનાવી લીધું છે. આપ નેતાઓનું માનીએ તો પહેલાં નવજોત સિંહ સિદ્ધૂ સાથે બધી વાતો નક્કી થઇ હઇ જેના લીધે જ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દિધું હતું.
રાજીનામા બાદ આખા પંજાબમાં આ વાત આગની માફક ફેલાઇ ગઇ કે સિદ્ધૂ જ પંજાબના સીએમ પદના ઉમેદવાર હશે? તેમના આપમાં સામેલ થવાના અનુમાન પણ લગાવવામાં આવી રહ્યાં હતા. સિદ્ધૂ પોતાને પંજાબના મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની વાત આપના હાઇકમાંડને યોગ્ય ન લાગી. ત્યારબાદ તેમણે સિદ્ધૂની આગળ શરતો રાખવાની શરૂ કરી દીધું.