પંજાબનો સીએમ એક પંજાબી જ હશે: કેજરીવાલ

નવી દિલ્હી: મંગળવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પંજાબની મોહાલીમાં એક ચૂંટણી સભામાં લોકોને સીએમ માનીને વોટ આપવાની ભલામણ કરી, ત્યારબાદ પંજાબ અને દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નિશાન પર લેવામાં આવ્યાં. એક બાજુ દિલ્હીમાં કેજરીવાલને 5 વર્ષનું વચન નિભાવીને પંજાબમાં ભાગતા કહેવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ પંજાબના કોંગ્રેસે એમને સીએમ પદ માટે લાલચી જણાવી રહી છે. આ બાબત પર ખુદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલએ આજે કહ્યું કે એમની પાર્ટીને જો પંજાબમાં જીત મળશે તો એ દિલ્હી છોડીને પંજાબના સીએમ બનશે નહીં. પંજાબનો સીએમ એક પંજાબી જ હશે. એમણે કહ્યું કે મનીષ સિસોદીયાના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને કેટલાક લોકો ચૂંટણીના મુદ્દાને બદલવા માંગે છે અને પોતાની નિષ્ફળતાને છુપાડવા માંગે છે. પરંતુ પંજાબમાં વોટર આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે અને એ ચૂંટણીમાં દેખાડી દેશે. તેમણે એક વખત ફરીથી પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રદર્શન કતરવાની વાત કહી હતી.

તમને જણાવી દઇએ કે સિસોદીયાએ મંગળવારે મોહાલીમાં ચૂંટણી સભાને સંબોધીને કહ્યું હતું કે હમણાં આ ભાઇ પૂછી રહ્યા હતાં કે પંજાબના મુખ્યમંત્રી કોણ બનશે, તો તમે એ માનીને ચાલો કે પંજાબના મુખ્યમંત્રી કેજરીવાલ બનનાર છે. હું તમને એવું કહી રહ્યો છું કે જે પણ મુખ્યમંત્રી બને, એ અરવિંદ કેજરીવાલની જવાબદારી છે કે તમને જે વચનો આપીને ગયા છીએ, એ પૂરા કરાવીશું. સિસોદીયાનો આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ, ભાજપે કેજરીવાલને દિલ્હી છોડીને પંજાબ જવાની વાત કહીને નિશાન સાધ્યું છે.

You might also like