આસોપાલવને વાવો ને જુઓ અનેક ચમત્કારિક ફાયદા, લગ્ન ન થતાં હોય તેના માટે તો સૌથી ઉત્તમ

આસોપાલવને હિંદુ ધર્મમાં પવિત્ર, લાભકારી અને વિવિધ ઈચ્છાપૂર્તિ કરનારું વૃક્ષ માનવામાં આવ્યું છે. આસોપાલવના વૃક્ષને હિન્દીમાં અશોક વૃક્ષ પણ કહેવામાં આવે છે, જેનો મતલબ થાય છે ‘શોકમાંથી મુક્તિ અપાવનાર.’

  •  આસોપાલવના વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઈએ, જેનાથી ઘરમાં પોઝિટીવ એનર્જી આવે છે. ઘરમાં આસોપાલવનું ઝાડ હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને અકાળે મૃત્યુ થતી નથી.
  •  પરિવારમાં મહિલાઓની શારીરિક અને માનસિક એનર્જીમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવના ઝાડને રોજ પાણી ચઢાવે તો તેમની ઈચ્છાઓ પૂરી થાય છે અને તેમના વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહે છે.
  • જે વિદ્યાર્થીઓને વાંચેલુ ખાસ યાદ રહેતું નથી, તેઓ આસોપાલવની છાલ અને બ્રાહ્મી સમાન માત્રામાં લઈને તેનું ચૂરણ બનાવી રોજ એક ચમચી સામાન્ય ગરમ દૂધ સાથે ખાવાનું રાખે તો તેનાથી અદ્દભૂત ફાયદો થાય છે.
  • જેમનો ધંધો મંદો પડી ગયો હોય તેઓ નિયમિત આસોપાલવના બીજને પ્રાપ્ત કરી તેને સ્વચ્છ કરી અગરબત્તી કરે તો તેમની સમસ્યા દૂર થાય છે. બાકીના બીજને તાવિજમાં ભરીને ગળામાં પહેરવાથી ધનનો લાભ થાય છે. આ ઉપાય માટે સુદપક્ષનો પ્રથમ બુધવાર સૌથી ઉત્તમ છે.
  • કોઈપણ સારા મૂર્હુતમાં આસોપાલવના વૃક્ષના મૂળને પૂર્વ આમંત્રણ આપી કાઢીને તેને ઘરની તિજોરીમાં રાખવું. જો કે મૂળ કાઢતી વખતે તમારે મૌન રહેવું. આ ઉપાયથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
  • જો કોઈ કન્યાના વિવાહ ન થઈ રહ્યા હોય ત્યારે તે યુવતી આસોપાલવના પત્તા અને મૂળિયાં પ્રાપ્ત કરીને તેનાથી કન્યા સ્નાન કરે તો ફાયદો થાય છે. સ્નાન કર્યાં બાદ આ પત્તાને પરિવારનો અન્ય કોઈપણ સભ્ય પીપળાના વૃક્ષ નીચે નાખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછો 41 દિવસ સુધી અવશ્ય કરવો. આ ઉપાય સુદપક્ષના પ્રથમ સોમવારથી જ શરૂ કરવો અને સળંગ કરવો.
You might also like