ગરમીમાં ટ્રાવેલ કરી રહ્યા છો? તો આ વસ્તુને જરૂરથી સાથે રાખો

મોટાભાગના લોકોને લાગે છે કે ટ્રાવેલ કરવા માટે શિયાળો જ બેસ્ટ સીઝન છે. પણ વાસ્તવમાં ટ્રાવેલિંગના શોખીન માટે ઉનાળો શું અને શિયાળો શું? માટે જો ઉનાળામાં પણ ટ્રાવેલિંગ પ્લાન કરો તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.

વૉટર બૉટલ:
પાણીની બોટલ ચોક્કસ તમારી પાસે રાખો. શરીરમાં પાણી ઓછું થઈ જવાથી તમે બીમાર પડી શકો છો. માટે પાણી કાયમ સાથે રાખો અને સમયાંતરે પીતા રહો.

ગ્લુકોઝ ડ્રિન્ક:
પાણીનો બોટલ સાથે રાખવા સિવાય જરુરી છે કે ગ્લૂકોઝ ડ્રિન્ક પણ તમારી પાસે હોય. બની શકે કે રસ્તામાં તમને ખાવા માટે કંઈ ન મળે અને ગરમીને કારણે તમને બીપીની તકલીફ સર્જાય. આવી સ્થિતિમાં ગ્લુકોઝ ડ્રિંક હશે તો તમને રાહત મળશે અને તમે ફ્રેશ રહીને ટ્રાવેલિંગની મજા લઈ શકશો.

એનર્જી બાર:
ટ્રાવેલિંગ દરમિયાન હેવી ફૂડ ટાળવું જોઈએ. વધારે પડતા મસાલાવાળા ખોરાકથી તબિયત બગડી શકે છે. માટે તમે એનર્જી બાર સાથે રાખી શકો છો. આનાથી શક્તિ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

વેટ ટિશ્યુ:
જરુરી નથી કે તમને હંમેશા પાણી મળી રહે. માટે વેટ ટિશ્યુ હંમેશા સાથે રાખો. ગરમીમાં વેટ ટિશ્યુથી મોઢું સાફ કરતા રહેશો તો ફ્રેશ પણ રહેશો અને થાક પણ ઓછો લાગશે.

સનગ્લાસ:
UV કિરણોથી સુરક્ષા માટે તમારી પાસે સનગ્લાસ હોવા જરુરી છે. સનગ્લાસ હોવાથી તમારી આંખો સુરક્ષિત રહેશે અને તડકામાં તમે આરામથી હરી ફરી શકશો.

સનસ્ક્રીન અને સેનેટાઈઝર:
આવી કાળઝાળ ગરમીમાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવી ખુબ જરુરી છે. બની શકે તો આખી સ્લીવ્સના કપડા પહેરો જેથી તડકાની અસર ઓછી થાય. આ સિવાય હેન્ડ સેનેટાઈઝર સાથે રાખો જેથી પરસેવા વાળા હાથ તમે સમયાંતરે સાફ કરી શકો.

કોટનના કપડા:
બની શકે ત્યાં સુધી કોટન અથવા લિનનના કપડા પહેરવાનું રાખો. નાયલોન, પોલિએસ્ટર અને અન્ય ફેન્સી ફેબ્રિકના કપડા પહેરવાથી તમે વધારે હેરાન થશો.

You might also like