પાર્ટનર સાથે ફરી કરવા ઇચ્છો છો પૈચઅપ તો અપનાવો આ Tips

સંબંધ ચાહે કોઇ પણ હોય પરંતુ એમાં સંબંધ નિભાવવાની જવાબદારી સૌથી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ જો બંને લોકો પોતપોતાની જવાબદારી સમજીને સાચી રીતે સંબંધ જો નિભાવે તો કદાચ લગભગ જ બ્રેક અપની સિચ્યુએશન ઊભી થાય. પરંતુ બીજી વાર રિલેશન બનાવવા માટે બ્રેક અપનું કારણ જાણવું અને તેની જવાબદારી લેવી ઘણી મહત્વની હોય છે.

મહત્વનું છે કે એવાં ઘણાં કપલ છે કે જેઓએ એક વાર બ્રેક અપ થયાં બાદ ફરી વાર પૈચઅપ કર્યુ હશે. એમાં એવા કપલ પણ શામેલ છે કે જેનું બીજી વાર પૈચ અપ કરવા પર રિલેશન વધારે સારા થયાં હોય. આ સિવાય એવા લોકો પણ છે કે જેઓ બ્રેકઅપ થયા બાદ ફરી વાર પૈચઅપ કરવા નથી માંગતાં.

સામાન્ય રીતે જોઇએ તો નાની નાની વાતો જ બ્રેક અપ થવાનું કારણ બને છે. થોડીક ભૂલને લઇને અથવા તો પોતાનાં પાર્ટનરને લઇને સપોર્ટિવ ન હોવું અથવા તો પોતાનાં બચાવને માટે પોતાનાં સાથીને ખોટાં કહેવાં એવી દરેક બાબતો સંબંધો તૂટવાનાં કારણો બનતા હોય છે.

જો કે બીજી વાર સંબંધ બનાવવા માટે ઘણી બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. તો આવો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સની વાત કરીશું કે જેનાં આધારે આપ પોતાનાં પાર્ટનર સાથે બીજી વાર રિલેશન બનાવી શકો છો.

ગેરસમજ દૂર કરોઃ
પાર્ટનર સાથે બીજી વાર પૈચઅપ કરતા પહેલાં બ્રેકઅપ થવાનું કારણ શોધવાની કોશિશ કરો. જેનાં કારણે બ્રેક અપ થયું હતું તેને દૂર કરવાની કોશિશ કરો. બંનેની વચ્ચે જે પણ ગેરસમજ ઊભી થઇ છે તેને દૂર કરવાની કોશિશ કરો. ત્યાર બાદ જ બીજી વાર પૈચઅપનાં વિશે આપ વિચારો.

જવાબદારી સમજવીઃ
સંબંધ ચાહે કોઇ પણ હોય પરંતુ જો એમાં સંબંધ નિભાવવાની જવાબદારી સૌથી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ જો બંને લોકો પોત પોતાની જવાબદારી સાચી રીતે નિભાવશે તો કદાચ બ્રેક અપની સ્થિતિ ભાગ્યે જ બનશે. બીજી વાર સંબંધ બનાવવા માટે બ્રેકઅપનું કારણ જાણવું અને તેની જવાબદારી લેવી એ સૌથી જરૂરી હોય છે.

વિશ્વાસઃ
વિશ્વાસ જ દરેક સંબંધને છેક સુધી જાળવી રાખવા માટે સૌથી અગત્યની બાબત હોય છે. જો સંબંધમાં વિશ્વાસ એક વાર ડગમગી જાય તો સંબંધ તૂટવો એ નક્કી છે. એટલાં માટે જ પોતાનાં પાર્ટનરને વિશ્વાસ અપાવો કે ગેરસમજ અથવા ભૂલ એ પહેલી વાર જ થઇ હતી નહીં કે તે ભૂલ બીજી વાર થાય.

સમયઃ
પોતાની ભૂલ સ્વીકાર્યા બાદ તેને વિચારવા માટે થોડોક સમય આપો. આપનાં વારંવાર પૂછવાંથી પાર્ટનર વધારે નારાજ થઇ જાય છે. બીજી વાર વિશ્વાસ કરવા માટે દરેક લોકોને સમય અવશ્યપણે જોઇતો હોય છે. જેથી પોતાનાં પાર્ટનરને વિચારવા માટે આપ થોડોક સમય દો.

You might also like