ગર્ભવતી મહિલાના રૂમમાં રાખો આ શુભ આઠ વસ્તુઓ, મળશે સારા પરિણામ

માતા બનવુ એક સ્ત્રી માટે દુનિયાનું સૌથી મોટુ સૌભાગ્ય છે. જો કે માતા બનતા પહેલાં મહિલા માટે સૌથી મોટો પડકાર આ તબક્કા દરમિયાન પોતાની જાતનું ધ્યાન રાખવું તે છે. જેથી બાળક પર ગર્ભમાં કોઇ પણ પ્રકારની ખરાબ અસર ન પડે. જોકે આ સમયે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓ ગર્ભવતી મહિલાના રૂમમાં રાખવી શુભ ગણવામાં આવે છે. જે માતા અને આવનાર બાળકના સ્વાસ્થ્ય માટે પણ સારૂ ગણવામાં આવે છે.

મોરના પીંછા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા છે. તેવામાં ઘરના મંદીર કે પછી ગર્ભવતી મહિવાના રૂમમાં રાખવાથી માતા અને બાળક બંને માટે શુભ માનવામાં આવે છે.

પીળા ચોખા પણ શુભ સંકેત આપે છે. તેવામાં ગર્ભવતી મહિલાના રૂમમાં પીળા ચોખા રાખવાથી માતા અને આવનાર બાળક પર કોઇ પણ પ્રકારની નેગેટિવ અસર પડતી નથી.

ગર્ભવતી મહિલાના રૂમમાં ભગવાન કૃષ્ણ અને દેવી યશોદાનો ફોટો લગાવવો જોઇએ. ફોટાને એવી રીતે લગાવવો કે જેથી મહિલાને ઉઠતાની સાથે જ તેના દર્શન થાય.

ગુલાબી રંગ ખુશી અને આનંદનું પ્રતિક છે. તેવામાં પ્રેગ્નેન્ટ મહિના રૂમમાં આ રંગનો કોઇ મોટો ફોટો લગાવવો અથવા તો શો પીસ પણ લગાવી શકાય છે.

કેટલીક વખત રૂમનું ખોટુ વાસ્તુશાસ્ત્ર માતા અને બાળક બંને માટે મુશ્કેલરૂપ સાબિત થાય છે. ત્યારે તેવામાં રૂમમાં વાસ્તુ દેવની મૂર્તી રાખવી તેથી કોઇ જ ખરાબ અસર ન પડે.

ગર્ભવતી મહિલાના રૂમમાં હસતા બાળકોના ફોટા લગાવવા શુભ ગણવામાં આવે છે. આમ કરવાથી બાળક શાંત અને હસમુખી આવે છે.

તાબુ નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી લાવે છે. તાંબાની વસ્તુ પ્રેગ્નેન્ટ મહિલાના રૂમમાં રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે.

સફેદ રંગ શાંત અને સારા સ્વાસ્થ્યનું પ્રતિક છે. આ રંગનો કોઇ પણ ફોટો કે શોપીસ ગર્ભવતી મહિલાના રૂમમાં રાખવાથી બાળક અને માતાના સ્વાસ્થ્ય પર તેની સારી અસર પડે છે.

http://sambhaavnews.com/

You might also like