રોજ ચીઝ ખાવાથી રહેશો સ્વસ્થ, જાણો ફાયદાઓ

ચીઝ પ્રેમીઓ માટે મજાના સમાચાર ચાઈનીઝ નિષ્ણાતો લઈ આવ્યા છે. તેમના કહેવા મુજબ રોજ ચીઝ ખાશો તો સ્વસ્થ રહેવાશે. હાર્ટડિસીઝની બાબતમાં તો ચોક્કસ ફાયદો થશે. એક તરફ મોટાભાગના નિષ્ણાતો હાઈ ફેટ ધરાવતી ચીજો ખાવાથી હાર્ટડિસીઝ અને સ્ટ્રોક થતો હોવાનો દાવો કરે છે, જ્યારે ચાઈનીઝ રિસર્ચરોએ તાજેતરમાં એ હાઈ ફેટ ચીજોમાંથી ચીઝને અલગ તારવ્યું છે. અલબત્ત, બેફામ માત્રામાં ચીઝને અલગ તારવ્યું છે.

અલબત્ત, બેફામ માત્રામાં ચીઝ પેટમાં પધરાવવાની છૂટ તેમણે નથી આપી. રોજ ૪૦ ગ્રામ જેટલું ચીઝ જ ખાવું જોઈએ. એમ કરવાથી હાર્ટડિસીઝનું જોખમ ૧૪ ટકા અને સ્ટ્રોકનું જોખમ દસ ટકા જેટલું ઘટે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે લીલાં શાકભાજી અને ફળોની સાથે ચીઝ ખાવામાં આવે છે ત્યારે શરીર સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલની માઠી અસરો ઘટાડી શકાય છે.

ચીઝમાં ખાસ પ્રકારનો એસિડ આવેલો છે જે રક્તવાહિનીઓને અંદરથી બ્લોક થતી અટકાવે છે. ચીનના નિષ્ણાતોએ દુનિયાભરમાં થયેલા પંદર અભ્યાસોનું વિશ્લેષણ કરીને નોંધ્યું હતું કે ચીઝમાં ફેટ હોવા છતાં એમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને પ્રોટીન જેવાં પોષક તત્ત્વોની હાજરીને કારણે એ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

You might also like