પૂજા કરતી વખતે રાખો આટલું ધ્યાન

પૂજા કરવાના અને ભગવાનને પ્રસન્ન કરવાના કેટલાક નિયત અને ફાયદા બંને હોય છે. જેનુ પાલન કરવાથી ઘરમાં સંપન્નતા જળવાયેલી રહે છે. કયાં ભગવાનની પૂજામાં કયું ફૂલ ચઢાવવું જોઇએ, દીવાને કઇ દિશામાં પ્રગટાવવો જોઇએ. તે બધાની માહિતી જ પૂજાને સફળ બનાવે છે. કયા દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઇએ, રવિવારે કયા ફૂલ ઝાડને પાણી ન પાવું જોઇએ વગેરે જેવી ધાર્મિક માન્યતાનું જ્ઞાન હોવુ ખૂબ જ જરૂરી છે. જો તમે રોજ પૂજા કરો છો અને તમારું મન અશાંત છે તો તમારી પૂજા પાઠમાં ક્યાં ભૂલ થઇ રહી છે. તેથી જ નીચેની બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઇએ.

 • શિવજી, ગણેશજી અને ભૈરવજીને તુલસી ન ચઢાવવા જોઇએ.
 • તુલસીના પાંદડા સ્નાન કર્યા વગર ન તોડવા જોઇએ. શાસ્ત્રોના મતે જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીના પાંદડાં તોડે તો પૂજામાં તેવા પાંદડા ભગવાન સ્વિકારતા નથી.
 • તુલસીના પાંદડા 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. તે પાંદડા પર પાણી છાંટીને તેને ફરી પૂજામાં લઇ શકાય છે.
 • રવિવાર, અગિયારસ, બારસ, સંક્રાન્ત તથા સાંજના સમયે તુલસીના પાંદડા ન તોડવા જોઇએ.
 • સૂર્ય દેવને શંખના જળની અર્ધ્ય ન આપવું જોઇએ.
 • સૂર્ય, ગણેશ, દૂર્ગા, શિવ અને વિષ્ણુ તે પંચદેવ માનવામાં આવે છે. તેમની પૂજા દરેક વખતે કરવી જોઇએ. દરરોજ પૂજા કરતી વખતે આ પંચદેવનું ધ્યાન રાખવું જોઇએ.
 • માં દૂર્ગાને દૂર્વા ન ચઢાવવી જોઇએ, તે ગણેશજીને જ ચઢાવવામાં આવે છે.
 • દૂર્વા રવિવારે ન તોડવી જોઇએ.
 • પ્લાસ્ટિકની બોટલમાં કે પછી કોઇ અપવિત્ર ધાતુમાં ગંગાજળ ન રાખવું જોઇએ. ગંગાજળ તાબાની ધાતુમાં રાખવું શુભ ગણાય છે.
 • કોઇ પણ પૂજાની સફળતા દક્ષિણા આપીને જ પ્રાપ્ત કરી શકાય છે.
 • માં લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઇએ. આ ફૂલને પાંચ દિવસ સુધી પાણી છાંટીને વાપરી શકાય છે.
 • દીવાથી દીવો ક્યારે પણ ન પ્રગટાવવો જોઇએ. શાસ્ત્રોના મતે જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી કહેવાય છે.
 • ઘરના મંદીરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઇએ. એક દીવો ઘીનો અને એક દીવો તેલનો કરવો જોઇએ.
You might also like