કેદારનાથધામની યાત્રા માટે અાજથી બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન

રુદ્રપ્રયાગ: કેદારનાથધામની યાત્રા માટે સુવ્યવસ્થિત સંચાલન અને યાત્રીઅોનો હિસાબ રાખવા માટે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કેન્દ્રોની સ્થાપના કરાઈ છે. શનિવારથી કેટલાંક કેન્દ્રો પર રજિસ્ટ્રેશનનું કામ પણ શરૂ થઈ જશે. અા વખતે અગત્સ્ય મુનિ અને સીતાપુરમાં પણ રજિસ્ટ્રેશન કેન્દ્રો સ્થાપિત કરાયાં છે.

૯ મેથી કેદારનાથ મંદિરના દ્વાર ખૂલવાં જઈ રહ્યાં છે. યાત્રા વ્યવસ્થામાં કોઈ પણ ચૂક ન રહે તેથી જિલ્લા પ્રશાસન તમામ પ્રકારની તૈયારીઅો પૂરી કરી લેવા ઇચ્છે છે.  અા ક્રમમાં બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનની જવાબદારી સંભાળતા પર્યટન વિભાગે રુદ્રપ્રયાગ જિલ્લામાં છ સ્થાન ગુપ્તકાશી, સોનપ્રયાગ, ફાટા, કેદારનાથ, અગત્સ્ય મુનિ અને સીતાપુરમાં રજિસ્ટ્રેશન કેન્દ્રોની સ્થાપના કરી છે. તેમાંથી કેટલાંક કેન્દ્રો પર અાજથી જ સંચાલન શરૂ થઈ જશે. જિલ્લા પર્યટન અધિકારી પી કે ગૌતમે જણાવ્યું કે રજિસ્ટ્રેશનમાં યાદીનું અાખું નામ, સરનામું, ફોટો અને મોબાઈલ નંબર લેવાશે. મેડિકલ ટેસ્ટ બાદ જ યાત્રીઅોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન થશે.

You might also like