તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ ગુરૂવારે રાજ્યની કેબિનેટમાં પસાર કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ રાજ્યપાલને રાજીનામું આપે તેવી શક્યતા છે. હવે રાજ્યમાં સમય કરતાં પહેલા ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે આ વાત પર અટકળો શરૂ થઇ ગઇ હતી કે ગુરૂવારે કેબિનેટની બેઠક યોજવામાં આવશે. પરંતુ બુધવાર રાત સુધી આ બેઠકનો સમય નક્કી કરવામાં આવ્યો નહોતો. સૂત્રનો મળતી જાણકારી મુજબ 6 સપ્ટેમ્બર ગુરુવારે જ નક્કી કરવું મહત્વનું હતું. કેમ કે રાજ્યના મુખ્યમંત્રી નંબર 6ને પોતાના માટે ભાગ્યશાળી માને છે.

ઉલ્લેખનીય છે કે ટીઆરએસ સરકારનો કાર્યકાળ 2019 સુધીનો હતો. પરંતુ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ આ વર્ષના અંતે ચાર રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સાથે તેલંગાણા ચૂંટણી યોજવા ઇચ્છી રહ્યા હતા જેને લઇને વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સીએમ ચંદ્રશેખર રાવે દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપાના અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદથી અટકળો લગવામાં આવી હતી કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સમય કરતાં પહેલા યોજાઇ શકે છે.

You might also like