આ શખ્સ છે KBCનો અસલી માસ્ટર માઇન્ડ, અમિતાભ પણ કરે છે તેના ઇશારે કામ…

અમિતાભ બચ્ચનના પોપ્યુલર શો કોન બનેગા કરોડપતિ સીઝન 10ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. ગત બે એપિસોડમાં એક મહિલા સ્પર્ધક 12 લાખ રૂપિયા જીતી ચુકી છે. જ્યારે બીજા સ્પર્ધકે 25 લાખ જીત્યાં છે. દરેક વખતની જેમ આ વખતે પણ આ શોને નવી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

તો ચાલો જણાવી દઇએ કે ગત 9 સીઝન પુરી કરેલ આ શો નો અસલી માસ્ટર માઇન્ડ કોણ છે. આ બધા પાછળ કેબીસીના ડાયરેકટર અરૂણ શેષકુમાર માસ્ટર માઇન્ડ છે. અરૂણે પોતાના કેરિયમાં ઘણા બાધા હિટ શો આપ્યાં છે. અરૂણ રિયાલિટી શોને હિટ કરાવામાં હોંશિયાર છે.

અરૂણે ટીવી ઓડિયન્સને બાકી શો કરતાં અલગ કન્ટેન્ટ આપ્યું છે જે હિટ રહ્યું છે. અરૂણે પોતાની કેરિયરમાં 100 ટીવી શો કર્યાં છે. જેમાં સત્ય મેવ જયતે, સચકા સામના, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, નચ બલિએ, ઝલક દિખલાજા જેવા શો સામેલ છે. કેબીસી પાછળ પણ અરૂણ માસ્ટર માઇન્ડ છે.

આ ગેમ શોમાં ભાગ લેવા દેશના દરેક વિસ્તારમાં લોકો આવે છે. ગત શોમાં ઘર બેઠો ખેલોનો ઓપ્શન રાખવામાં આવ્યો હતો. જેને લઇને દેશના કોઇપણ ખુણેથી વ્યક્તિ ફોન દ્વારા આ શો સાથે જોડાઇ શકતો હતો.

આ વખતે શોમાં ફિફટી-ફિફટી, ઓડિયન્સ પોલ અને જોડીદાર જેવા સેગમેન્ટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસવાત એ છે કે ગત સીઝનમાં આસ્ક ધ એક્સપર્ટ સેગમેન્ટને હટાવી દેવામાં આવ્યો હતો તેને આ વખતે ફરી પરત કરવામાં આવ્યો છે.

You might also like