જેવી રીતે સ્માર્ટફોનના વિશ્વની ટેક્નોલોજી ઝડપથી બદલાય રહી છે તેવી જ રીતે ટુ વ્હીલરમાં પણ રોજ નવા પ્રયોગ ચાલી રહ્યાં છે. આ વચ્ચે કાવાસાકીએ પોતાના ત્રણ વ્હીલવાળી બાઇકનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ કોન્સેપ્ટનું નામ જે રાખવામાં આવ્યું છે. આને સૌથી પહેલા 2013માં ટોક્ટો મોટર શો દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.
કાવાસાકી તરફથી આ અંગે યૂટયુબ ચેનલ પર એક વિડીયો ફોર્મેટ ટીઝ કરવામાં આવ્યો છે. આ બાઇકની વાત કરીએ તો આ એક સંપૂર્ણ ઇલેકટ્રિક બાઇક છે. એટલે આ બાઇકમાં પેટ્રોલ કે ડીઝલની કોઇ જરૂરિયાત પડશે નહીં. આ બાઇક ના પાવર માટે ત્રણ બેટરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ બાઇકમાં રાઇડિંગ માટે અલગ-અલગ મોડસ પણ આપવામાં આવ્યાં છે, જેમાં કમ્ફર્ટ અને સ્પોર્ટસ જેવા મોડનો સમાવેશ થાય છે.
એટલે કે આ મોડસ દ્વારા રાઇડિંગ પોઝિશન બદલી શકાશે. બાઇકને ડ્રાઇવરની અનુકૂળતાને લઇને તૈયાર કરવામાં આવ્યું છે. સીટીમાં ડ્રાઇવ કરતા સમયે આમાં કમ્ફર્ટ મોડ સિલેકટ કરવામાં આવી શકશે, જ્યારે હાઇવે પર સ્પીડમાં ચલાવા માટે સ્પોર્ટસ મોડ સિલેકટ કરી શકાશે. સ્પોર્ટસ મોડમાં બાઇકનો આગળનો ભાગ નમી જશે અને સ્પોર્ટી લુકમાં આવી જશે.
એક મળતાં અહેવાલ મુજબ આ બાઇકનું પ્રોડકશન મોડલ 2019 સુધી આવવાની આશા છે. જો કે ત્રણ પૈડાના બાઇક પર એકમાત્ર કાવાસાકી જ કામ કરી રહી તેવું નથી બીજી કંપનીઓ પણ તૈયારી કરી રહી છે. યામાહાની નિકેન પણ આ કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવેલી બાઇક છે. આ બાઇકને 2018ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…