કવિતા WWEમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા બની

નવી દિલ્હીઃ પાવર લિફ્ટિંગમાં દક્ષિણ એશિયન રમતોત્સવની ગોલ્ડ મેડલ વિજેતા કવિતાદેવીને એમએઈ યંગ ક્લાસિક સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે અને તે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ (WWE)ની આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. WWEએ ગઈ કાલે આ અંગેની જાહેરાત કરી હતી. હરિયાણાની કવિતાએ ભૂતપૂર્વ WWE ચેમ્પિયન ધ ગ્રેટ ખલીના માર્ગદર્શનમાં પ્રોફેશનલ પહેલવાનીની ટ્રેનિંગ લીધી છે. WWEમાં મેઈ યંગ ક્લાસિક ટૂર્નામેન્ટનું આયોજન આગામી ૧૩-૧૪ જુલાઈએ ફ્લોરિડાના ઓરલેન્ડોમાં થયું છે. એપ્રિલમાં કવિતાએ WWE દુબઈ ટ્રાઇઆઉટમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like