સલમાન ખાન દ્વારા KBC હોસ્ટ કરવાની ઇચ્છા પર બીગ બીએ આપ્યો કંઇક આ જવાબ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ‘કોન બનેગા કરોડપતિ’ સાથે 10મી સીઝનનો પ્રારંભ કરી રહ્યાં છે. બીગ બીનો આ શો ઘણા લાંબા સમયથી નાના પરદા પર આવી રહ્યો છે અને દર્શકોમાં ઘણો લોકપ્રિય પણ છે. અમિતાભ બચ્ચન આજે પણ જે રીતે પ્રતિયોગીને પ્રશ્ન પુછે છે તે દર્શકોને ખૂબ ગમે છે.

કોન બનેગા કરોડપતિની 10મી સીઝનને લઇને પત્રકાર પરિષદમાં હાજર રહેલા અમિતાભ બચ્ચનને પુછવામાં આવ્યું કે તમે આ શોમાં પ્રતિયોગી બનવા ઇચ્છો છો. ત્યારે બીગબીએ કહ્યું હું સ્પર્ધકની જેમ આવીશ તો 2-3 સવાલથી વધારેના જવાબ આપી શકીશ નહીં.

કેટલાક સમય પહેલા સલમાન ખાને કોન બનેગા કરોડપતિના હોસ્ટ તરીકે ઇચ્છા દર્શાવી હતી. તેના પર પ્રત્યુત્તર આપતા અમિતાભ બચ્ચને કહ્યું કે જો તેમ કરવા ઇચ્છે છે તો હું તેમનું સ્વાગત કરુ છું. હું પોતે સલમાન ખાનને શો હોસ્ટ કરવા આમંત્રણ આપુ છું.

અમિતાભ બચ્ચન અને સલમાન ખાન બંને હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પોતાના અંદાજમાં લીડ કરી રહ્યાં છે. બંને કલાકારોએ બાગબા, બાબૂલ અને ગોડ તુસ્સી ગ્રેટ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમિતાભ બચ્ચનો કોન બનેગા કરોડપતિની સીઝન-10 3 સપ્ટેમ્બર પરથી ટીવી પરદા પર શરૂ થશે.

You might also like