…તો હવે ‘બિગ બોસ’ને હોસ્ટ કરશે કેટરીના કૈફ!

સમાચાર મળ્યા છે કે, ‘બીગ બોસ’ ની આગામી સિઝન હોસ્ટ કરવા માટે સલમાન ખાન સાથે તેની શ્રેષ્ઠ મિત્ર કટરીના કૈફ પણ આવશે. જણાવ્યું હતું કે, જો સલમાનને આ કોર્ટ કેસથી રાહત મળશે તો તે પાક્કુ આ શોને હોસ્ટ કરશે.

જાણવા મળ્યું હતું કે આવી વખતે શોના મેકર્સે શોને વધુ મનોરંજક બનાવવા માટે કપલ એન્ટ્રી લેવાના છે. આ કપલ પરિણિત, અવિવાહિત, ગે અથવા લેઝબિયન પણ હોઈ શકે છે … અને તેથી એવું કહેવાય રહ્યું છે કે શોના હોસ્ટમાં પણ જોડીમાં દેખાશે, જેના માટે કટરીના કેફનું નામ લેવામાં આવી રહ્યું છે. આ બંને મોટા પડદા પર તો સારી કેમિસ્ટ્રી દર્શાવે છે અને દર્શકોને પણ ખૂબ પસંદ છે.

અહીં કહેવું છે કે, ટીવીના આ સૌથી મોટા રીલીલિટી શો ‘બિગ બૉસ’ ની 12મી સીઝન માટે ઓડિશન શરૂ થઈ ગયા છે. કલર્સ ચેનલના ટ્વિટર હેન્ડલથી ‘બીગ બૉસ’ ઓડિશનની વાત જણાવી હતી.

આ ટ્વિટર હેન્ડલ દ્વારા લખવામાં આવ્યું છે, ‘બિગ બોસ 12′ ટૂંક સમયમાં શરૂ થશે અને આ વખતે અમને જોડીઝને કન્ટેસ્ટન્ટ જોઇએ છે, તેથી’ બીગ બોસ’ ના ઘરમાં ડબલ ધમાલ જોવા મળશે. ઓડિશન શરૂ થઈ ગયું છે.’

You might also like