કેટરીનાની હજુ પણ એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે…

૨૦૦૩માં ડેબ્યૂ કરીને બોલિવૂડમાં દોઢ દાયકો પૂરો કરવા જઇ રહેલી કેટરીના કૈફ મોટા બજેટ અને મોટાં બેનરની દરેક પ્રકારની ફિલ્મોમાં સામેલ થઇ છે. તેના ખાતામાં રોમેન્ટિક, કોમેડી અને એક્શન ફિલ્મો વધુ છે. ઘણી ફિલ્મોમાં અભિનય માટે તેને ઘણી પ્રશંસા પણ મળી છે, પરંતુ કેટને અફસોસ છે કે અત્યાર સુધી તે કોઇ બાયોપિક કરી શકી નથી.

આ અંગે તાજેતરમાં કેટરીનાએ કહ્યું કે હું કોઇ બાયોપિકમાં કામ કરવા માટે ઉત્સુક છું. જો સારી રીતે એવી ફિલ્મો લખવામાં આવે તો તેમાં કામ કરવું કોઇ પણ કલાકાર માટે રોચક હોય છે. હજુ ઘણી એવી કહાણીઓ છે, જેને મોટા પરદા પર રજૂ કરવાનું બાકી છે. એવું નથી કે કેટરીનાને કોઇ બાયોપિકની ઓફર આવી નથી, પરંતુ અત્યાર સુધી તેને જે બાયોપિકની ઓફર આવી તે તેને પસંદ પડી નથી.

પોતાની ડ્રીમ બાયોપિક અંગે તે કહે છે કે હું પરદા પર ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવવા ઇચ્છું છું. તેઓ ખૂબ જ આકર્ષક વ્યક્તિ હતાં. આ કોઇ વ્યક્તિને પૂજવા જેવું નથી, પરંતુ મને તેમનું પાત્ર ગમે છે. તે એક દિલચસ્પ પાત્ર છે. તેઓ તેવી વ્યક્તિ હતાં કે જેમનામાં શક્તિ સાથે દયા પણ હતી.

વિદ્યા બાલનને ઇન્દિરા ગાંધીની એક બાયોપિક ઓફર થઇ હતી, પરંતુ કામ શરૂ ન થઇ શક્યું, કેમ કે નિર્દેશક આ માટે ગાંધી પરિવાર પાસેથી સ્વીકૃ‌િત ન લાવી શક્યા. હાલમાં કોઇ અન્ય નિર્માતા-નિર્દેશકની પ્રથમ મહિલા વડા પ્રધાન પર ફિલ્મ બનાવવાની યોજના નથી. આવામાં કેટે રાહ જોવી પડશે તે નક્કી છે. •

You might also like