દિલ તૂટે ત્યારે દર્દ થાય છેઃકેટરીના કૈફ

કેટલાય દિવસથી વિવિધ મેગેઝિનમાં કેટરીના કૈફ અને રણબીર કપૂરના બ્રેકઅપના સમાચાર છપાતા રહે છે. તેમના બ્રેકઅપને લઈને ઘણાં કારણો જણાવવામાં અાવી રહ્યાં છે, પરંતુ એવું બિલકુલ લાગતું નથી કે તેનું રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયું હોય. તેની ફિલ્મ ‘ફિતૂર’ ૧૨ ફેબ્રુઅારીએ રિલીઝ થઈ રહી છે. અા ફિલ્મમાં તે અાદિત્ય રોય સાથે જોવા મળશે. કેટરીના કૈફના કરિયરની આ પહેલી એવી ફિલ્મ છે, જેમાં તેણે પોતાનાથી જુનિયર સ્ટાર સાથે કામ કર્યું છે.

તે કહે છે કે જ્યારે મેં અા ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે અમે લોકો શરૂઅાતમાં સુસ્ત થઈ ગયાં હતાં. બાદમાં અા ફિલ્મમાં કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું. એક કલાકાર તરીકે અમારું ઝનૂન પ્રજ્વલિત થયું. ‘ફિતૂર’ ચાર્લ્સ ડિકન્સની જાણીતી નોવેલ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ પર અાધા‌િરત છે. અા નોવેલ કેટરીના કૈફ ઘણીવાર વાંચી ચૂકી છે. તે કહે છે કે જ્યારે મને ફિલ્મ અંગે સંભળાવવામાં અાવ્યું ત્યારે મને એકદમ નવી કહાણી લાગી. ‘ફિતૂર’ની ટેગલાઈન છે ‘યે ઈશ્ક નહીં અાસાન….’

કેટરીના કૈફને જ્યારે બ્રેકઅપ અંગે પૂછવામાં અાવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યારે દિલ તૂટે છે ત્યારે ખૂબ જ દર્દ થાય છે. એવું થાય છે કે અાખી દુનિયાને બૂમો પાડીને કહી દઈએ કે અત્યારે તમારા દિલ પર શું વીતી રહ્યું છે. કેટરીનાએ ભલે અા રીતે પોતાના દિલની ભડાશ કાઢી હોય, પરંતુ અસલી વાત શું છે તે કોઈ જાણતું નથી. •

You might also like