કેટને શેની ચિંતા છે?

કેટરીના કૈફની વર્ષ ૨૦૧૩માં ‘ધૂમ-૩’ અને ૨૦૧૪માં ‘બેંગબેંગ’ એમ એક-એક ફિલ્મ અાવી. ૨૦૧૫માં અાવેલી તેની એકમાત્ર ફિલ્મ ‘ફેન્ટમ’ ફ્લોપ રહી. અા ફિલ્મ માટે કેટરીનાએ ખૂબ મહેનત કરી હતી અને પરસેવો વહાવ્યો હતો. શૂટિંગ કરતી વખતે તેણે દિવસ-રાતના ફરકને પણ ભુલાવી દીધો હતો. તેની મહેનતને જોતાં ફિલ્મમાં તેના કો-સ્ટાર સૈફ અલી ખાનનું કહેવું હતું કે કેટ પુરુષો કરતાં પણ વધુ મહેનત કરે છે, અામ છતાં પણ ‘ફેન્ટમ’ને જોઈએ તેટલી સફળતા ન મળી, જેના કારણે કેટની ચિંતા વધી ગઈ.

કેટ પાસે અામ તો ફિલ્મોની કોઈ કમી નથી. ‘ફિતૂર’, ‘જગ્ગા જાસૂસ’ અને ‘બારબાર દેખો’ ઉપરાંત જાણીતા ફિલ્મ નિર્દેશક અાર. બાલ્કીની પત્ની ગૌરી શિંદેએ પણ કેટરીનાને એક ફિલ્મ ઓફર કરી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ કેટરીનાને એટલી ગમી ગઈ કે તે કોઈ પણ કિંમતે અા ઓફર છોડવા ઈચ્છતી નથી. ફિલ્મમાં તેનો રોલ એકદમ ડીગ્લેમરાઈઝ છે.

ગૌરી સાથે કેટની ફી, શેડ્યૂલ અને ડેટ્સ પર હજુ વાતચીત ચાલી રહી છે. ગૌરીની તમામ શરતો કેટને મંજૂર છે. હવે માત્ર ડેટ્સ મેચ કરવાની છે. અાદિત્ય ચોપરા પણ શાહરુખ અને કેટરીનાને લઈને એક ફિલ્મ પ્લાન કરી રહ્યો છે. પ્રકાશ ઝાની ‘રાજની‌તુ-૨’ માટે તેઓ કેટને લેવા ઈચ્છુક છે. અા ફિલ્મ ૨૦૧૦માં રિલીઝ ‘રાજનીતિ’ની સિક્વલ છે. તાજેતરના દિવસોમાં કેટરીના રણબીર કપૂર સાથે પોતાના રોમાન્સને લઈને ચર્ચામાં છે, પરંતુ હાલમાં તેણે સંબંધો અંગે કંઈ પણ વાત ન કરવાનું નક્કી કરી લીધું છે.

You might also like