કેટની જગ્યા દીપિકાએ લીધી

એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ડિરેક્ટર કબીર ખાન અત્યાર સુધી તેમની ફેવરિટ રહેલી અભિનેત્રી કેટરિના કૈફના સ્થાને આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણને સાઇન કરવા જઇ રહ્યા છે. તેઓ અત્યાર સુધી કેટરિના સાથે ત્રણ ફિલ્મો કરી ચૂક્યા છે, જેમાં ‘ન્યૂયોર્ક’, ‘એક થા ટાઇગર’ અને ‘ફેન્ટમ’ સામેલ હતી. ગયા વર્ષે તેમણે કરીના કપૂર સાથે ‘બજરંગી ભાઇજાન’ બનાવી હતી. હવે તેઓ સલમાનને લઇને આગામી ઇદ માટે ફિલ્મ બનાવી રહ્યા છે. લોકોને અપેક્ષા હતી કે કબીર ખાન આ ફિલ્મમાં તેમની ફેવરિટ અભિનેત્રી કેટને જ લેશે, પરંતુ તેમણે તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે તમામને ચોંકાવતાં આ ફિલ્મ માટે દીપિકા સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

તેનાથી એ અટકળો પણ શાંત થઇ છે કે રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ કેટરિના સલમાન સાથે ફિલ્મમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોલ માટે દી‌પિકા પદુકોણને લગભગ ફાઇનલ કરી દેવાઇ છે. ગયા વર્ષથી આજ સુધી દી‌પિકાએ એક પણ ફિલ્મ સાઇન કરી નથી. આ વર્ષે આ તેની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મનું શૂટિંગ જુલાઇના અંત કે ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. ત્યાં સુધી દીપિકા તેની હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ પણ ખતમ કરી લેશે. 1960ના દાયકા પર બની રહેલી આ ફિલ્મમાં અન્ય એક હીરો પણ હશે, જે સલમાનના ભાઇની ભૂમિકા ભજવશે. હાલમાં આ ફિલ્મનું નામ ‘ટ્યૂબલાઇટ’ રખાયું છે,  જે સલમાનના કેરેક્ટરનું નામ હશે. •

You might also like