કેટની મદદે અાવ્યાં અર્જુન-કરીના કપૂર

કેટરીના કૈફ અત્યારે તેના દર્દની દવા શોધી રહી છે. રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ તેણે પોતાનું બધું ધ્યાન કામ પર લગાવવાનું શરૂ કરી દીધું છે. તેના અા મુશ્કેલીભર્યા સમયમાં અર્જુન કપૂર તેને તમામ પ્રકારે મદદ કરી રહ્યો છે. તે કેટને પોતાની બહેન માને છે. સલમાન ખાનના ઘરે મુલાકાત સમયે કેટરીનાઅે તેને ઘણીવાર રાખડી પણ બાંધી હતી. તેમની મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે સલમાન અને કેટરીના એકબીજાની ખૂબ નજીક હતાં.

તાજેતરમાં કેટ અને અર્જુન નિર્માત્રી અારતી શેટ્ટીના ઘરે પણ દેખાયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ અારતી તે બંનેને લઈને ફિલ્મની જાહેરાત કરી શકે છે. બંને એકબીજાને ભાઈ-બહેન માને છે, તેથી જોવાનું પણ અે છે કે શું તેઅો હીરો-હીરોઈન તરીકે ફિલ્મ કરવા રાજી થયાં છે કે નહીં.

અર્જુન ઉપરાંત કરીના કપૂર પણ કેટરીના સાથે સારી દોસ્તી ભજવી રહી છે. કરીના-કેટની જબરદસ્ત દોસ્તી પર સવાલ ઉઠાવનારા લોકોને કરીનાએ જબરદસ્ત જવાબ અાપ્યો છે. કરીના પૂછે છે કે અાખરે કેટ સાથે મારી મિત્રતા પર રણબીર-કેટના બ્રેકઅપની અસર શા માટે થાય? અમારી દોસ્તીની એક અલગ જગ્યા છે. હું મારા નિર્ણય જાતે લઉંં છું.

બધાં જાણે છે કે કેટરીનાને ફેરવી-ફેરવીને વાતો કરવાની અાદત નથી. તે પોતાના દિલની વાત ખૂલીને કહેવામાં વિશ્વાસ રાખે છે. તેને પૂછવામાં અાવ્યું કે શું તે રણબીરને તેના બ્રેકઅપ અંગે કંઈ કહેવા ઇચ્છે છે ત્યારે તેણે કહ્યું રણબીર સમજદાર અને મેચ્યોર છે. હું કોઈ પણ વ્યક્તિને લવ એડ્વાઈઝ અાપવા ઇચ્છતી નથી. તે કોઈ બાળક નથી, જેને મારી સલાહની જરૂર પડે. •

You might also like