પરિવર્તન જરૂરી છેઃ કેટરીના

બોલિવૂડની સુંદર અને સફળ અભિનેત્રી કેટરીના કૈફ ટોપ અભિનેત્રીઓમાં સામેલ થઇ ચૂકી છે. આ મુકામ પર પહોંચીને તે કેવો અનુભવ કરે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે આ સ્થાન મેળવવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે.  એક અભિનેત્રી તરીકે ૧૪ થી ૧૫ કલાક સેટ પર વિતાવવા સરળ હોતું નથી. આ દરમિયાન ઘણી વાર અમે લંચ અને ડિનર બ્રેક પણ લઇ શકતાં નથી. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે ફિલ્મ કરવા માટે ક્રેઝી હો, નહીં તો તમે આ બધું નહીં કરી શકો. તમે ક્રેઝી નહીં હો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં સફળતા નહીં મળે. સલમાન સાથેના સંબંધો અંગે વાત કરતાં તે કહે છે કે સલમાન સાથે આટલાં વર્ષની રિલેશનશિપ દરમિયાન કોઇ પરિવર્તન આવ્યું નથી. એક અભિનેતા તરીકે તેઓ મને હંમેશાં યાદ કરાવે છે કે કામ કરતી વખતે હું બેજવાબદાર ન બનું. કોઇ પણ વ્યક્તિ જે સલમાનની ફિલ્મો જુએ છે તે જાણે છે કે પોતાની દરેક ફિલ્મ સાથે તે વધુ સફળ અને મોટા સ્ટાર બનતા જાય છે.

તે દિવસે દિવસે વધુ ને વધુ મહેનત કરે છે અને પોતાની એક્ટિંગને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરતા રહે છે. ‘એક થા ટાઇગર’થી તેની સિક્વલ સુધીમાં કેટરીના ખૂબ જ બદલાઇ ચૂકી છે. તે કહે છે કે મારામાં અને મારી જિંદગીમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. મારી આસપાસની દુનિયા બદલાઇ ગઇ છે. મારી જિંદગીમાં બદલાવ સતત થતો રહે તે જરૂરી પણ છે. •
http://sambhaavnews.com/

You might also like