હું કોમેન્ટ શા માટે કરુંઃ કેટરીના

કેટરીના છેલ્લાં બે વર્ષથી બોક્સ ઓફિસ પર એક હિટ ફિલ્મ માટે તરસી રહી છે. ૨૦૧૪માં તેણે ઋત્વિક રોશન સાથે ‘બેંગબેંગ’ ફિલ્મ કરી, જે કોઇ બ્લાસ્ટ ન કરી શકી. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ફેન્ટમ’એ પણ તેને કોઇ ફાયદો ન અપાવ્યો. કેટરીનાને ‘ફિતૂર’થી ઘણી આશાઓ હતી, પરંતુ તે બધી નિષ્ફળ ગઇ. આ વર્ષે તેની બે ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ અને ‘બાર બાર દેખો’ રિલીઝ થઇ રહી છે. ‘જગ્ગા જાસૂસ’માં કેટ બ્રેકઅપ બાદ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે, જ્યારે ‘બાર બાર દેખો’માં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડી જમાવશે.

પ્રોફેશનલ લાઇફની સાથેસાથે કેટરીના પર્સનલ લાઇફમાં પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. તેના વિશે ઊડતી અફવાઓ કે થઇ રહેલી વાતો માટે તે કોઇ કોમેન્ટ કરતી નથી. તે કહે છે કે હું એ જ વાત પર કોમેન્ટ કરીશ, જે મેં પબ્લિક પ્લેટફોર્મ પર કહી હોય. મેં આજ સુધી કોઇ પણ ફિલ્મના પ્રમોશન દરમિયાન અથવા કોઇ બીજી ઇવેન્ટમાં મારી પર્સનલ લાઇફ અંગે વાતો કરી નથી. મેં ક્યારેય ટીઆરપી વધારવા માટે મારી પર્સનલ લાઇફનો ઉપયોગ કર્યો નથી.

કેટરીના કહે છે કે મેં જ્યારે મારા કોઇ ઇન્ટરવ્યૂમાં રણબીર કે બીજા કોઇ પણ સ્ટાર વિશે કંઇ જ કહ્યું નથી. આવા સંજોગોમાં મને લાગતું નથી કે મારે એવા કોઇ પણ સમાચાર પર કોમેન્ટ કરવી જોઇએ, જેનો કોઇ બેઝ નથી. મને અફસોસ થાય છે કે મીડિયાના લોકો અમારી પ્રોફેશનલ લાઇફને પર્સનલ લાઇફ સાથે જોડી દે છે. મેં હંમેશાં એવી કોશિશ કરી છે કે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને અલગ રાખી શકું. હું ટીવી ચેનલ્સ ઉપર કે કોઇ મેગેઝિનમાં આવા સમાચાર વાંચું છું તો મારો મૂડ ખરાબ કરવાના બદલે હસી લઉં છું. •

You might also like