કેટે કરિયર સંભાળી લીધી

એક સમય હતો જ્યારે કેટરીના કૈફને ફિલ્મોમાં મોટી ભૂમિકાઅોને લાયક સમજવામાં અાવતી ન હતી, પરંતુ તેનો સમય બદલાતાં વાર ના લાગી. અાજે તેના ખાતામાં ઘણી મોટી અને સફળ ફિલ્મો નોંધાયેલી છે. કદાચ કોઈઅે કલ્પના પણ કરી ન હતી કે કેટરીના શાહરુખ, સલમાન અને અામિરની નાયિકા બનશે, પરંતુ અચાનક કેટને સારાંં પાત્ર મળવા લાગ્યાં અને મોટી ફિલ્મો તેના ખાતામાં અાવી. સલમાન ખાનની સાથે તે ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યોં કિયા’માં સામેલ હતી. અા ફિલ્મ અને ખાસ કરીને કેટરીના માટે સલમાન દ્વારા કરાયેલી કોશિશોનું પરિણામ અે અાવ્યું કે તે ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે સ્થાપિત થઈ.

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ કેટ હવે સિંગર છે, તેનો સમય પહેલાં જેવો ચાલતો નથી. કેટને લઈને જે ફિલ્મ શરૂ થવાની હતી તે અન્ય અભિનેત્રીના ખાતામાં ચાલી ગઈ. બ્રેકઅપ બાદ કેટ અને રણબીરના રસ્તા અલગ થયા. બંનેના બ્રેકઅપનું સૌથી મોટું નુકસાન ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મને થયું. અેપ્રિલમાં રિલીઝ થનારી અા ફિલ્મના શૂટિંગ અને પ્રમોશનમાં ખૂબ જ મુશ્કેલીઅો અાવી. પહેલાં કેટરીનાઅે સોશિયલ મીડિયા સાથે પોતાનો નાતો તોડી દીધો, જોકે હવે તે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ખૂબ જ ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાની મદદથી તેણે પોતાની કરિયર સંભાળી લીધી છે. ફરી વખત તેને સલમાનનો સહારો મળી ગયો છે. તે સલમાન સાથે ‘ટાઈગર અભી જિંદા હૈ’નું શૂટિંગ કરી રહી છે. માત્ર સલમાન નહીં, અન્ય બે ખાન સાથે તેના કમ બેકના સમાચાર અાવી રહ્યા છે. •
http://sambhaavnews.com/

You might also like