‘હેટ સ્ટોરી’ની એક્ટ્રેસનો ખુલાસો, ‘જ્યારે મારી પર રેપ થયો ત્યારે….’

કઠુઆ રેપ મામલામાં બી-ટાઉનના સેલેબ્સ પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર સતત વ્યકત કરી રહ્યા છે, આ ઘટના વિરુદ્ઘ બોલિવુડના સ્ટાર્સ પણ ‘મેં હિન્દુસ્તાની હૂં ઑર શર્મસાર હૂં’નું કેમ્પેન ચલાવી રહ્યા છે. આ મામલામાં ‘હેટ સ્ટોરી 2’ની એક્ટ્રેસ સુરવીન ચાવલાએ પણ પોતાની વાત કહી છે. આ ઘટના પર બોલતા સુરવીને કહ્યુ કે, ”હું આ અંગેનું દુ:ખ સારી રીતે સમજી શકું છું.”

સુરવીને કહ્યુ કે, ”આ ઘટનાથી હું હેરાન છું. હું રેપ થવાનું દર્દ સમજી શકું છું, કેમકે મેં ALT બાલજી નિર્મિત વેબ શોમાં ‘હક’માં એક એવી જ ગર્લનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ જેની સાથે પણ રેપ થાય છે.” સુરવીને આગળ કહ્યુ કે, ”રીલ લાઇફમાં મારા કેરેક્ટર જ્યારે મારી સાથે રેપ થયું ત્યારે મારું ફેમિલી સાથે હતુ, પરંતુ રિયલ લાઇફમાં જેની સાથે રેપ થાય છે તેમનું ફેમિલી તેની અવાજ દબાવી દે છે. લોકો આ અંગે સ્પષ્ટ રીતે વાત નથી કરતા. હું નસીબદાર છું મારી સાથે જે થયું તે સ્ક્રીન પર થયું, જેની સાથે વાસ્તવિક જિંદગીમાં થાય છે તેમના દુ:ખનો અંદાજો પણ નથી લગાવી શકાતો.”

માત્ર સોશ્યલ મીડિયા પર કરીએ છીએ વાત:

‘હેટ સ્ટોરી 2’ની એક્ટ્રેસે કહ્યુ કે, ‘આપણે માત્ર સોશ્યલ મીડિયા પર વાત કરીએ છીએ, પરંતુ આ ક્યાં સુધી ચાલશે.” સુરવીને રેપના આરોપીઓની વિરુદ્ઘ કડક સજાની ડિમાન્ડ કરી છે અને આ લોકોને ફાંસીની સજા આપી દેવી જોઇએ. સુરવીને આગળ કહ્યુ કે, ”દુ:ખની વાત છે, કે આ ઘટનાઓ પર ગુસ્સો આવે છે, જ્યારે કેન્ડલ માર્ચ જ કરીએ છીએ પરંતુ સિસ્ટમાં કોઇ બદલાવ નથી કરી શકતા.”

વેબ સીરિઝમાં બની હતી રેપ વિક્ટિમ:

સુરવીને ALT બાલાજીની વેબ સીરિઝમાં કાશ્મીરની એક યુવતીનું કેરેક્ટર પ્લે કરી રહી છે, તમને જણાવી દઇએ કે, જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ થવાથી દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

You might also like