કઠુઆ રેપ કેસ: કોર્ટમાં રજુ કરાયા આરોપી, આગામી સુનાવણી 28 એપ્રિલે

કઠુઆ મામલે કઠુઆ જિલ્લા કોર્ટમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા સાત આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આગામી સુનાવણી 28 એપ્રિલના રોજ હાથ ધરાશે. સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા જેલ કઠુઆથી આ મામલાના આરોપી સાંઝી રામ, દીપક ખજૂરિયા, સુરિન્દ્ર વર્મા, વિશાલ જંગોત્રા, તિલક રાજ, આનંદ દત્તા અને પરવેશ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં.

તો બીજી તરફ કઠુઆ ગેંગ રેપ પીડિતા તરફથી કેસ લડી રહેલી વકીલ દીપિકા સિંહ રાજવંત પોતાના જીવનને ખતરો હોવાની વાત કહી છે. દીપિકાએ કહ્યું મારો પણ રેપ થઇ શકે છે અથવા હત્યા કરવામાં આવી શકે છે. આ પહેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જન્મુ-કાશ્મીરમાં પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે રોકનાર વકીલોની તપાસ અંગે એક કમિટિ બનાવી છે. આ મામલે ગેંગરેપ કરનારા આરોપી સિવાય વકીલો પર પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રસના ગામમાં 8 વર્ષની બાળકી 10 જાન્યુઆરીએ ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ 17 જાન્યુઆરીએ તેનો મૃતદેહ ગામની નજીક જંગલથી મળી આવ્યો હતો. પોલીસ પર આ મામલે લાપરવાહી કરવાનો આરોપ લગાવાના આરોપ બાદ સીટનું ગઠન કરવામાં આવ્યું હતું. જેને લઇને કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો.

You might also like