કઠુઆ ગેંગરેપ મામલો: આરોપી પરિવાર CBI તપાસની માગ સાથે ધરણા પર

જમ્મૂ-કશ્મીરના કઠુઆમાં 8 વર્ષીય બાળકી પર ગેંગરેપ અને હત્યા મામલે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે બાળકીને નશીલી દવા આપવામાં આવતી હતી અને તેની હત્યા પૂર્વે આરોપીઓએ ફરી એકવાર હવસનો શિકાર બનાવી હતી.

મળતી માહિતી મુજબ આ બાળકીને જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખી હતી.  ત્યાં 6 શખ્સે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે જમ્મૂ-કશ્મીરના ક્રાઈમબ્રાંચે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં 15 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.

જેમાં ખુલાસો થયો છે કે બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં રાસના ગામના દેવીસ્થાનના મંદિરના પૂજારીને મુખ્ય આરોપી ગણાવ્યો છે. સાંઝી રામની સાથે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા અને સુરેદ્ર વર્મા, મિત્ર પરવેશ કુમાર ઉર્ફ મન્નૂ, સાંઝી રામનો કિશોર ભત્રીજો અને તેનો પુત્ર વિશાલ જંગોત્રા ઉર્ફ શમ્મા કથિત રીતે સામેલ છે.

ચાર્જશીટમાં તપાસ અધિકારી અને હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને ઉપનિરીક્ષક આનંદ દત્તનું નામ પણ સામેલ છે. આ લોકોએ રામ પાસેથી કથિત રીતે 4 લાખ રૂપિયા લીધા હતા અને પુરાવા નષ્ટ કર્યા હતા.

You might also like