કાઠિયાવાળી ચણાચાટ

સામગ્રી

2 કપ કાબુલી ચણા

3 બટાકા (છાલ ઉતારીને નાના નાના કટ કરેલા)

2 ટામેટા (બીજ નિકાળીને ઝીણાં સમારેલા)

2 ડુંગળી (સમારેલી)

2 લીલા મરચા (સમારેલા)

1 મોટી ચમચી (આંબલીની પેસ્ટ)

1 મોટો ચમચો ચણાનો લોટ

½ ચમચી હળદર

1 ચમચી લાલ મરચુ

1 ચમચી ચાટ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

તેલ જરૂર પૂરતુ

બનાવવાની રીત

સૌથી પહેલાં ગેસ પર વાસણમાં પાણી ગરમ કરો. તેમાં બટાકાના ટૂંકળા અને થોડુ મીઠું એડ કરીને ધીમા તાપે ચડવા દો. જ્યારે બટાકા બફાઇ જાય ત્યારે તેને ચારણીમાં કાઢી લો. હવે ગેસ પર પેન મૂકો. તેમાં એક કપ પાણી એડ કરી કાબુલી ચણા, હળદર, મરચુ અને મીઠું એડ કરી મિક્સ કરો. જ્યારે પાણીમાં ઉભરો આવી જાય ત્યારે તેમાં આંબલીની પેસ્ટ એડ કરીને ધીમા તાપે તેને 2 મિનિટ ચડવા દો. ત્યાર બાદ થોડા પાણીમાં કોર્નફ્લોર એડ કરીને તેને ભેળવો. કોર્નફ્લોરના મિશ્રણને ચણાના મિશ્રણમાં એડ કરો. તેમાં બાફેલા બટાકા એડ કરો અને ઢાંકી દો. કાબુલી ચણાને બેથી ત્રણ મિનિટ ધીમા તાપે ચડવા દો. હવે પેન પરથી ઢાંકણું હટાવી તેને ગેસ પરથી ઉતારી લો. તે ચાટને ડુંગળી, ટમાટે અને લીલા મરચા સાથે સર્વ કરો.

You might also like