શિવગામીનાં પતિ બનશે કટપ્પા : સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

મુંબઇ : ફિલ્મ બાહુબલીને ન માત્ર ભારત પરંતું વિદેશમાં પણ લોકપ્રિયતા મળી છે. ફિલ્મનાં તમામ કેરેક્ટર પછી તે બાહુબલી હોય, કટપ્પા હોય કે શિવગામી હોય તમામને ફેન્સનો ખુબ જ પ્રેમ મળ્યો છે. હવે ફિલ્મમાં શિવગામી અને કટપ્પાનો રોલ કરનાર રામ્યા કૃષ્ણન અને સત્યરાજને એક ટેક્સટાઇલ કંપની તરફથી એડવર્ટાઇઝમેન્ટ મળી છે, જેમાં બંન્ને કપલ દેખાડવામાં આવ્યા છે.

બાહુબલીમાં શિવગામી, મહિષ્મતી રાજ્યની પુર્વ રાનીનાં રોલમાં જોવા મળે છે અને કટપ્પાને એક ગુલામ તરીકે દેખાડવામાં આવે છે. જો કે કટપ્પાનું પાત્ર ગુલામ હોવા છતા પણ એટલુ મજબુત બનાવવામાં આવ્યું છે કે લોકોના મગજમાં તેની ઉંડી અસર પડી છે. તેની પોતાનાં રાજ્ય પ્રત્યેનો પ્રેમ અને વફાદારી આશ્ચર્યકારક હોવા સાથે લોકોમાં પ્રખ્યાત પણ બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાહુબલીમાં જ કટપ્પાનું કેરેક્ટર એવું મુકાયું હતું કે તે બાહુબલીને મારી જ ન શકે પરંતુ શા માટે માર્યો તે જોવા માટે લોકો ખુબ જ આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા હતા. જેવી ફિલ્મ રિલિઝ થઇ લોકોએ ફિલ્મ જોવા માટે ભારે ધસારો કર્યો હતો અને ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

https://www.youtube.com/watch?v=QBz75NMkVTs

You might also like