‘કસોટી જિંદગી કી’ના સેટના ફોટો થયા વાયરલ.. સામે આવ્યો નવી ‘પ્રેરણા’નો લૂક

કસોટી જિંદગીની નવી સીઝનનું શૂટિંગ કોલકાતા ખાતે શરૂ થઇ ચૂક્યું છે. નવા શોમાં લીડ એકટ્રેસના રોલમાં એરિકા ફર્નાડીસ જોવા મળશે. ટીવી ક્વીન એકતા કપૂર પોતાના જૂની સુપરહિટ સિરિયલ ‘કસોટી જિંદગી કી’ ને એક નવા રંગરૂપમાં લઇને આવી રહી છે.

આ વખતે નવા ચહેરા સાથે આ સિરિયલનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં જ એકતા કપૂર આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગત થોડા દિવસ પહેલા આ સિરિયલના પ્રોમોના શૂટિંગના કેટલાક ફોટા સામે આવ્યા હતા. જેમાં આ સિરિયલમાં અરિકાની સામે પાર્થ સમાથાન જોવા મળશે.

થોડા સમય પહેલા જ એરિકાના સિરિયલ પર શૂટિંગ કરતાં ફોટો વાયરલ થયા હતા અને એવું માનવામાં આવી રહ્યું હતું કે એરિકા આ સિરિયલમાં આ લૂકમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ શ્વેતા તિવારએ આ સિરિયલમાં પ્રેરણાનો કિરદાર કર્યો હતો. એરિકા ફર્નાડીસ દ્વારા કરવામાં આવી રહેલા રોલ અંગે શ્વેતાએ કહ્યું કે, ઘણો આનંદ થઇ રહ્યો છે, એરિકા ઘણી સારી છોકરી છે. કેટલી સરસ વાત છે. આ વખતે કસોટી જિદંગી કી જોઇશ.

You might also like