જેલમાં જ રહેવું પડશે અલગાવવાદી આશિક હુસૈનનેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં સૌથી વધારે સમયથી જેલમાં બંધ કેદી આશિક હુસૈન ફાક્તુને હાલ જેલમાં જ રહેવું પડશે. છેલ્લાં 24 વર્ષથી જેલમાં બંધ ફાક્તૂની અરજીને સુપ્રીમે ખારીજ કરી દીધી છે. સુપ્રીમે કેટલીક ટિપ્પણીઓ કરી અને કહ્યું કે આ અરજી મેનટેનેબલ નથી.

શ્રીનગરની કેન્દ્રિય જેલમાં બંધ ફાક્તૂ પોતાને દોષમુક્ત કરવા અને આજીવન કારાવાસની સજા પર પુનનિચાર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.  કાશ્મીરના અલગાવવાદી સંગઠન જમીઅતુલ મુજાહિદીનના કમાન્ડર રહી ચૂકેલ કાફ્તૂને માનવાધિકાર કાર્યકર્તા એચએન વાંચૂની હત્યા મામલે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. ફાક્તૂને ટાડા અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યો છે.

ફાક્તૂ એક એવો કાશ્મીરી અલગાવવાદી છે જેણે જેલમાં પીએચડી કર્યું છે. ફાક્તૂએ વર્ષ 2008માં અમરનાથ જમીન વિવાદમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફાક્તૂએ 1990માં પોતાનાથી પાંચ વર્ષ મોટી અલગાવવાદી નેતા આસિયા અંદ્રીબી સાથે લગ્ન કર્યા હતા. આસિયા અંદ્રાબી એક અલગાવવાદી સંગઠન દખ્તારાને મિલ્લતની પ્રમુખ છે.

You might also like