જુમ્માની નમાજ બાદ કાશ્મીરમાં ફરીથી હિંસા ભડકી ઉઠી: પથ્થરમારો

શ્રીનગર : શુક્રવારે વધારે એક વખત હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં અને કૂપવાડામાં જુમ્માની નમાજ બાદ એકટલાક તોફાની તત્વોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. રાજ્યની સ્થિતી અંગે ભાજપ પીડીપીની મહત્વપુર્ણ બેઠક હતી. ભાજપનાં સુબ્રમણ્યમ સ્વામીએ કાશ્મરીની સ્થિતી અંગે ડોભાલને જવાબદાર ઠેરવ્યા હતા.

બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કાશ્મીરીઓને ભાઇ ગણી અન્ય રાજ્યોમાં તેમની સાથેય ગેરવર્તણુંક નહી કરવા માટેની તાકીદ કરી હતી. એપ્રીલનાં અંતભાગવામાં ભાજપનાં અધ્યક્ષ અમિતશાહ કાશ્મીરની મુલાકાત લેવાનાં છે. આ પહેલા ભાજપ અને પીડીપી નેતાઓની બેઠક મળી હતી. 90 મિનિટની આ બેઠકમા ભાજપનાં મહાસચિવ રામ માધવ, નાયબ મુખ્યમંત્રી નિર્મલસિંહ, સહિબ ડુર્બુ સહિતનાં નેતાઓએ ભાગ લીધો હતો.

ભાજપનાં વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કાશ્મીરની સાંપ્રત પરિસ્થિતી અને હિંસા માટે રામ માધવ અને ડોભાલ સુરક્ષા સલાહકાર જવાબદાર છે. ગઠબંધન માટે કુદી પડતા પહેલા તેમણે પુરતી ચકાસણી કરવી જોઇએ. શુક્રવારે સતત ચોથા દિવસે પણ કાશ્મીરની શાળાઓ અને કોલેજો બંધ રહ્યા હતા.

You might also like