વાનીના હતા ભારતીય દુશ્મન સાથે સંબંધ : સઇદ પાસેથી લેતો હતો મદદ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોના હાથે મૃત્યુ પામેલ હિજબુલ કમાન્ડર બુરહાન વાનીનુ લશ્કર એ તોબયાના હાફિઝ સઇદ સાથે નજીકના સંબંધો હતા અને તે ખીણ વિસ્તારમાં આતંકવાદી કાવત્રાઓને પાર પાડવા માટે હાફિઝને નિર્દેશ પણ આપતો હતો. એક ખાનગી ચેનલ CNN ન્યુઝ 18એ વાની અને હાફિઝની વચ્ચેની વાતચીતનો ઓડિયો બહાર પાડ્યો છે.

વાણી ભારતીય સુરક્ષા દળોની વિરુદ્ધ લશ્કર અને હિજબુલની સાથે આવવા અંગે પણ વાતો કરી રહ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાનમાં બેઠેલા હાફિઝ અને વાણીની આ વાતચીતને પકડી હતી. જો કે અત્યાર સુધી આ ટેપ અંગે હજી સુધી કોઇ ઓથેન્ટિકેશન બહાર નથી પડી શક્યું.

આ ઓડિયો પરથી સ્પષ્ટ થયું છે કે વાણી હાફિઝનાં આદેશોનું પાલન કરતો હતો. ટેપમાં વાણી હાફિઝ સાથે લશ્કરને મળનારા ઓછામાં ઓછા પૈસાની વાત કરે છે. વાણી હાફિઝ સાથે લશ્કરનાં આતંકવાદીઓ માટે વધારેપૈસાની માંગણી કરી રહ્યો છે. ઓડિયોમાં વાણીએ કહ્યુ કે હાફિઝ અને તેનો દુશ્મન એક જ છે. હાફિઝ ઓડિયોમાં તમામ માટેદુઆવો કરવાની વાત કરે છે. વાણીએ હાફિઝને કહ્યું કે જો લશ્કર તેને થોડી વધારે મદદ કરશે તો તે ખીણના આતંકવાદીઓ સાથે મળીને વધારે નુકસાન પહોંચાડી શકે છે.

You might also like