કાશ્મીરમાં સરકારી કાર્યકમમાં CM સામે આઝાદીના નારા લાગ્યા

જમ્મુ:  જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા દક્ષિણ કાશ્મીરમાં યોજાયેલા એક કાર્યકમ દરમિયાન મુખ્યપ્રધાન સમક્ષ આ વિસ્તારના લોકોએ આઝાદીના નારા સાથે ઉગ્ર વિરોધ કરતાં મહેબૂબા મુફતીએ કાર્યક્રમ અધૂરો છોડી ચાલ્યા જવાની ફરજ પડી હતી.

દક્ષિણ કાશ્મીરમાં યોજાયેલા એક સરકારી કાર્યકમમાં જયારે વિવિધ કલા અને શિલ્પકામ અંગે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેશન સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવી રહી હતી ત્યારે આ કાર્યકમમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાન મુફતી સામે મહિલાઓ સહિત અન્ય લોકોએ વિરોધ કરી જણાવ્યું હતું કે અમારો આ રીતે રાજકીય ઉપયોગ કરવાનું બંધ કરો. કારણ અમારા યુવાનોની અવારનવાર મારપીટ કરવામાં ‍આવે છે. તેમ છતાં સરકાર કોઈ પગલાં કેમ લેતી નથી? આ મામલે મુખ્યપ્રધાન સામે ઉગ્ર વિરોધ સાથે આ વિસ્તારને આઝાદી અપાવવા માગણી કરી હતી. તેથી મુખ્યપ્રધાન મુફતીએ કાર્યકમ છોડી ચાલ્યા જવાની ફરજ પડી હતી.

આ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી.તેના કારણે ભારે અફરાતફરી મચી જતાં સુરક્ષા અધિકારીએ મુખ્યપ્રધાનને આ કાર્યયકમમાં સામેલ નહિ થવા સલાહ આપી હતી. આ કાર્યકમમાં આવેલા દક્ષિણ કાશ્મીરના એક જૂથે કાર્યક્મમાં મુખ્યપ્રધાન કેમ આવ્યા છે તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. અને લોકોએ અધિકારીઓએ તાલીમના નામે તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like