કાશ્મીરની પરિસ્થિતિ સંભાળવા હવે રસ્તા પર ઉતરી BSF

નવી દિલ્હી: આતંકી બુરહાન વાનીના મૃત્યુ પછી કાશ્મીરમાં હિંસા અને અશાંતિનો માહોલ મંગળવારે 46માં દિવસે પણ ચાલુ છે. ઘાટીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યૂ છે, તો 11 વર્ષ પછી એક વખત ફરીથી શાંતિ રાખવાના ઉદ્દેશથી કાશ્મીર ઘાટીમાં બીએસએફને તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઘાટીમાં સીમા સુરક્ષા દળના 2600 જવાનોની તૈનાતી કરી છે.

ઘાટીમાં બીએસએફની 26 કંપનીઓને રાજ્યના સમસ્યાગ્રસ્ત વિસ્તારોમાં કાનૂન વ્યવસ્થા બનાવવા માટે મોકલવામાં આવી રહ્યા છે. આ દળોને ગુજરાત, રાજસ્થાન અને પશ્વિમ બંગાળથી લાવવામાં આવ્યા છે. દળની 30 વધારે કંપનીઓને થોડાક દિવસો માટે કાશ્મીરમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

આ પહેલા 90ના દશકમાં કાશ્મીરમાં આતંકવાદ રોધિ અભિયાન હેઠળ ઘાટીમાં બીએસએફને તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના મગજમાં બીએસએફની છાપ આક્રમક અને ક્રૂર દળની છે. 2005માં બીએસએફની જગ્યાએ સીઆરપીએફને કાશ્મીરમાં તૈનાત કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાનૂન વ્યવસ્થાની સ્થિતિમાં મદદ માટે શહેરના લાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી બાજુ અલગાવવાદીઓએ ઘાટીમાં પોતાના વિરોધ પ્રદર્શન અને બંધને વધારીને 25 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારની બધી સ્કૂલો, કોલેજ બજાર, પરિવહન સેવા અને બીજા વેપાર ધંધા પણ બંધ છે. જૂના શ્રીનગર અને અનંતનાગમાં કર્ફ્યૂ લદાયેલો છે. કાશ્મીર હિંસામાં અત્યાર સુધી 70 લોકોના મૃત્યુ થયા છે.

You might also like