કાશ્મીરની પરિસ્થિતી જોતા ડોભાલ 24 કલાક વહેલા પરત ફર્યા

નવી દિલ્હી : કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદી બુરહાનવાનીનાં એન્કાઉન્ટર બાદ હાલ પરિસ્થિતી તંગ થઇ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NIA) અજીત ડોભાલ આ પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે આફ્રીકન દેશોની યાત્રા અધુરી મુકીને જ પરત આવી ગયા છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે પરત ફરવાનું હતું. જો કે વડાપ્રધાને કાશ્મીરની પરિસ્થિતી જોતા ડોભાલને 24 કલાક પહેલા જ કેન્યાથી ભારત મોકલી દીધા હતા.

ભારત પરત ફરતાની સાથે જ એનએસએ અજીત ડોભાલ કાશ્મીરમાં ઉપજેલા હાલનાં વિવાદનો ઉકેલ શોધવા લાગ્યા છે. અજીત ડોભાલે ભરોસો વ્યક્ત કર્યો છે કે ટુંક જ સમયમાં પરિસ્થિતી પર કાબુ મેળવી શકશે. ડોભાલે કાશ્મીર સમસ્યા અંગે કોમેન્ટ કરતા કહ્યું કે જો કોઇ સમસ્યા હોય તો તેનું સમાધાન પણ શક્ય છે.
વડાપ્રધાન મોદીની ચાર દિવસીય આફ્રીકન દેશોની યાત્રા પર ડોભાલ પણ તેમની સાથે ગયા હતા. બંન્ને લોકોને મંગળવારે પરત ફરવાનું હતું. જો કે ડોભાલ જલ્દી પરત ફર્યા. જો કે ડોભાલે સમસ્યાનો અંત અંગે કોઇ સમયસીમા અંગે ચર્ચા નહી કરી પરંતુ અધિકારીક સુત્રોએ ભરોસો વ્યક્ત કર્યો કે 72 કલાકની અંદર પરિસ્થિતી કાબુમાં આવી જશે.

ગત્ત શુક્રવારે અનંતનાગમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર બુરહાન વાનીને ઠાર કર્યો હતો. ત્યાર બાદથી જે ખીણમાં પરિસ્થિતી વણસી છે. સમગ્ર ખીણવિસ્તારમાં થઇ રહેલી હિંસાનાં કારણે અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત થઇ ચુક્યા છે. અલગતાવાદી નેતાઓએ બંધનું આહ્વાન કર્યું છે. મોટાભાગનાં અલગતાવાદી નેતાઓને જેલબંધ કરી દેવાયા છે. ખીણમાં પોલીસ પોસ્ટ, ગાડીઓ અને જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

You might also like