કાશ્મીરમાં આતંકનું ‘રાજ’ યથાવત

શ્રીનગર: ગૃહમંત્રી રાજનાથ સિંહની બે દિવસની શ્રીનગર યાત્રા પછી પણ કાશ્મીરમાં અશાંત હાલાતમાં ખાસ ફેરફાર થતાં જોવા મળ્યો નથી. ઘાટીમાં શુક્રવારે સતત 49માં દિવસે કરફ્યૂ અને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જનજીવન પણ અસ્ત વ્યસ્ત બની ગયું છે.

પોલીસનું કહેવું છે કે અનંતબાગ, પુલવામાં, બડગામ, શોપિયા અને શ્રીનગરમાં કોઇ પણ લાપરવાહી વગર કરફ્યૂ ચાલુ રહેશે અને ઘાટીમાં પણ કરફ્યૂ ચાલુ રહેશે. અલગાવવાદી નેતાઓએ શુક્રવારે રેલીનું આયોજન કર્યું હતું.

પોલીસ અને સુરક્ષાદળના જવાનો દરેક પરિસ્થિતિને નિપટવા માટે સતર્ક છે. અલગાવવાદીના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મીરવાઇઝને ગુરુવારે સાંજે તેમના ઘરની પાસે નિગીન પોલીસ થાણા લઇ જવામાં આવ્યા. પ્રશાસને પહેલા તેમના ઘરમાં નજરકેદ કરીને રાખ્યા હતાં.

આ વચ્ચે સરકારે ઘાટીમાં બીએસેફ સહિત પારામિલિટ્રી ફોર્સને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકી બુરહાન વાનીના માર્યા ગયા પછી ઘાટીમાં હિંસા અને અશાંતિનો માહોલ છે. ગુરુવારે કેટલાક વિસ્તારમાં અથડામણ અને વિરોધ પ્રદર્શનના સમાચાર મળ્યા છે. 48 દિવસોમાં 70 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 10 હજાર લોકો ઘાયલ થયા છે.

ગુરુવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પ્રદેશની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભેગા મળીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે લોકોએ કાશ્મીરમાં શાંતિ રાખવા માટે અપીલ કરી છે. સાથે તેમની ઓળખ કરવાની માંગણી કરી છે.

બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ભાજપની શાખાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે ઘાટીમાં રહેલી હાલાતથી નિપટવા માટે સુરક્ષાદળોને ખુલ્લી છૂટ આપે. પાર્ટીએ માંગણી કરી છે કે અશાંતિ ભડકાવવા માટે કોઇ ઉદારતા નગીં દર્શાવવી જોઇએ.

You might also like