દ. કાશ્મીરમાં ૮પ યુવાન ગાયબઃ આતંકી સંગઠનમાં જોડાયાની શંકા

શ્રીનગ: ઉરીના આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા નેટવર્કમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. તેની અસર એ થઇ છે કે હિંસામાં ઘટાડો થયો છે, પરંતુ સરકારની ચિંતા દ‌િક્ષણ કાશ્મીરને લઇને છે. દ‌િક્ષણ કાશ્મીરમાંથી છેલ્લા ત્રણ મહિનામાં ૮પ જેટલા યુવાન ગાયબ થઇ ગયા છે અને એવી શંકા છે કે આ યુવાનો આતંકી સંગઠનોમાં જોડાઇ ગયા છે.

દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા, કુલગાંવ, શોપિયા, અનંતનાગ સહિતના વિસ્તારો છેલ્લા ત્રણ મહિનાથી હિંસાની આગમાં ભડકે બળી રહ્યા છે અને ત્યારે એવા અહેવાલો મળી રહ્યા છે કે આ વિસ્તારના ૮પ જેટલા યુવાનનો કોઇ અતોપતો નથી. એવી શંકા છે કે આ યુવાનો આતંકી સંગઠનોમાં જોડાઇ ગયા છે.

દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા, કુલગાંવ, શોપિયા, અનંતનાગ સહિતના વિસ્તારોમાં કુલ ૬૭પ હિંસક ઘટનાઓ બની છે અને ૪૯ લોકોનાં મોત થયાં છે. જ્યારે મધ્ય કાશ્મીરના શ્રીનગર, બડગાંવ અને ગાંદરબલમાં ૬૬૩ કિસ્સા સામે આવ્યા છે જેમાં ૧૧ના મોત થયાં છે. સૌથી ઓછી હિંસા ઉત્તર કાશ્મીરમાં થઇ છે. જ્યાં બાંદીપોરા અને કૂપવાડા જેવા વિસ્તારમાં હિંસાની ૬૬૦ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે.

You might also like