કાશ્મીરના હુસૈનપોરામાં સેના- આતંકીઓ વચ્ચે અથડામણ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના હુસૈનપોરા અરવનીમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં હાલ સામસામે ફાયરિંગ ચાલુ છે. એક મકાનમાં બે આતંકીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સેનાએ આ વિસ્તારમાં નાકાબંધી જાહેર કરી આતંકીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે હુસૈનપોરામાં લશ્કરના સ્થાનિક કમાન્ડર માજિદ જરગર ઉર્ફે ગનઈ ઉર્ફે તલ્હા ફસાયો છે તેની સાથે લશ્કરનો કમાન્ડર અબુ દુજાના છે કે નહિ તેની તપાસ માટે ચાલતી અથડામણ પૂરી થયા બાદ સાબિતી મળી શકે છે. તે ઓગસ્ટ 2015માં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર બીએસએફના કાફલા પર થયેલા હુમલામાં સામેલ હતો અને અબુ કાસીમ માર્યા ગયા બાદ લશ્કરે તેને દક્ષિણ કાશ્મીરની કમાન સોંપી હતી. જુલાઈમાં આતંકી બુરહાન વાનીના જનાજામાં તે સામેલ થયો હતો. અને ત્યારબાદ 31 જુલાઈએ પણ તે કરિમાબાદ પુલવામામાં યોજાયેલી એક ભારત વિરોધી રેલીમાં સામેલ થયો હતો.
http://sambhaavnews.com/

You might also like