કાશ્મીરમાં મહેબુબા સરકાર કે પછી ચૂંટણી? આજે નિર્ણય

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના જન્નતનશીન મુખ્યપ્રધાન મુફતી મોહંમદ સઇદની દીકરી અને મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતી અત્યાર સુધી સરકાર રચવા માટેનો ફેંસલો નથી લઇ શકયાં. જોકે હવે એવું લાગે છે કે રવિવાર પહેલાં હવે કોઇ નિર્ણય થઇ જશે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતાઓ કહે છે કે રવિવાર સુધીમાં કયાં સરકાર રચવાનો નિર્ણય લેવાઇ જશે અથવા તો નવેસરથી ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થઇ જશે.

બીજી તરફ, ભારતીય જનતા પક્ષ (ભાજપ) ચૂંટણી નથી ઇચ્છતો અને એટલે જ ભાજપ નેશનલ કોન્ફરન્સ ભણી થોડો થોડો ઢળી રહ્યો છે.જોકે, પીડીપીએ શુક્રવારે પોતાનું વલણ સખત બનાવતા યુતિના સર્વસામાન્ય એજન્ડાના અમલ માટે નક્કર બાંયધરી આપવી જોઇએ, કારણકે કેન્દ્રમાં તેની સત્ત્।ા છે. પીડીપીએ ખાસ કરીને પાકિસ્તાન, અફસ્પાને રદબાતલ કરવા તથા કાશ્મીરમાં વીજ પ્રકલ્પો અંગે ભાજપ પાસે સ્પષ્ટતા માગી છે.

આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના અંગે સસ્પેન્સ અકબંધ છે ત્યારે મુફતી પરિવારે વઝારત રોડ પરનું મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સ્વર્ગવાસી મૂફતી મોહંમદ સઈદની પત્ની તેમ જ મહેબૂબા મુફતીની માતાએ શિયાળાની રાજધાનીના વઝારત રોડ ખાતેનું મુખ્ય પ્રધાનનું ત્રણ માળનું મકાન ખાલી કર્યું છે. તેઓ ઘરવખરી અને માલસામાન પાછા કાશ્મીર લઈ ગયા છે.

સૂત્રોએ કહ્યું કે બેગમ સાહિબા અહીં આવીને પોતાના તથા સ્વર્ગવાસી મુફતી સાહેબના માલ-સામાનને શાંતિથી લઈને જતા રહ્યા હતા.મુફતીના નિધન બાદ આ પરિવાર એક માસ સુધી આ રહેઠાણમાં રહી શકે છે. તેઓ સાતમી ફેબ્રુઆરી સુધી સીએમના નિવાસસ્થાને રહી શકે છે. વળી મહેબૂબા જો આગામી મુખ્ય પ્રધાન બને તો પછી સીએમનું નિવાસસ્થાન ખાલી કરવાની આવશ્યકતા પણ નથી.

જોકે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા મુફતીના નિધન બાદ મહેબૂબાએ તરત જ મુખ્ય પ્રધાનના સ્ટાફને પાછો રવાના કરી દીધો હતો. વઝરત રોડ શિફટ થતાં પૂર્વે એસ્ટેટ્સ વિભાગે માજી મુખ્ય પ્રધાનને રાચ-રચીલું પણ પૂરું પાડ્યું હતું, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

You might also like