કાશ્મીર મુદ્દા પર PAKની નવી રમત, ભારત સામે રાખી આ શરત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આજે કહ્યું કે જો ભારત કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે ગંભીર હોય તો તેમને દેશ તેમની સાથે વાતચીત કરવા તૈયાર છે. શરીફે અજરબેજનની રાજધાની વાકૂમાં પોતાની ત્રણ દિવસની યાત્રાના સમાપન પર સંવાદદાતાઓને કહ્યું કે પાકિસ્તાને ભારતને વિવાદિત બાબત પર દ્વિપક્ષીય વાતચીત કરવા માટે ઘણી વખત પ્રસ્તાવ મૂક્યા છે. પરંતુ ભારત તરફથી એનો બરોબર જવાબ મળ્યો નથી.

તેમણે કહ્યું કે કાશ્મીર ક્ષેત્રમાં અશાંતિનું મુખ્ય કારણ છે અંત. ભારતે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગંભીરતા દાખવવી જોઇએ. અને તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અનુરૂપ નિકળવો જોઇએ. પાકિસ્તાન આ સમસ્યાના શાંતિપૂ્ણ ઉકેલ માટે વચનબદ્ધ છે.

શરીફે ભારતના ઉરીમાં સૈનિકોના શિબિર પર હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર રહેવા પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભારતે આ ઘટનાની તપાસ કર્યા વગર કોઇ પણ પુરાવા વગર થોડાક જ કલાકોમાં પાકિસ્તાન પર આરોપ લગાવી દીધો હતો. તેમણે કહ્યું કે સરહદ પારથી કોઇ ઘૂસણખોરી થઇ નથી.

You might also like