ભારત સાથે વાતચીત માટે તૈયાર છે પાકિસ્તાન : નવાઝ શરીફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે જો કાશ્મીરનાં ઉકેલ મુદ્દે ભારત ગંભીર વલણ અપનાવે તો તેઓનો દેશ વાતચીત માટે તૈયાર છે. શરીફે અજરબૈજાનની રાજધાની વાકુમાં પોતાની ત્રણ દિવસીય યાત્રા સમાપન પ્રસંગે પત્રકારોને જણાવ્યું કે પાકિસ્તાને ભારત સાથે વિવાદિત મુદ્દાઓ પર વાતચીત માટે કેટલીયવાર પ્રસ્તાવ કર્યો છે. પરંતુ ભારતની તરફથી તેનાં યોગ્ય જવાબો નથી આવી રહ્યા.

શરીફે જણાવ્યું કે કાશ્મીર અશાંતિનું મુખ્ય કારણ છે. જેથી ભારતે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગંભીરતા દેખાડવી જોઇએ. તેનો ઉકેલ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવોના અનુરૂપ ઉકેલ લાવવો જોઇએ. પાકિસ્તાન હંમેશા આ મુદ્દે શાંતિપુર્ણ ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે.શરીફે ભારતનાં ઉરીમાં સૈનિકો શિબિર પર હૂમલો કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવવા અંગે દુખ વ્યક્ત કર્યો.

શરીફે કહ્યું કે ભારતે ઘટના અંગે તપાસ કર્યા વગર જ થોડી કલાકોમાં જ જાહેર કરી દીધુ કે હૂમલા માટે પાકિસ્તાન જવાબદાર છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખામાંથી કોઇ ઘુસણખોરી નથી થઇ. તેમણે કહ્યું કે તેમની સરકાર પોતાનાં દેશનો વિકાસ તથા સમૃદ્ધીનાં રસ્તે લઇ જવા માટે વચનબદ્ધ છે. તેમણે દેશની અંદર રાજનીતિક સહિષ્ણુતાની નવી સંસ્કૃતી ચાલુ કરી છે.

You might also like