કાશ્મીરમાં ઘૂૃસવાની ફિરાકમાં આઇએસઃ બ્લૂ પ્રિન્ટ તૈયાર

શ્ર‌ીનગર: દુનિયાનું સૌથી ખોફનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મોટા પાયે ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે અને આ માટે આઇએસના આતંકી આકાઓ દ્વારા બ્લૂ પ્રિન્ટ તૈયાર થઇ ગઇ છે. આઇએસના આવા શેતાની ઇરાદા સાથે સંકળાયેલા દસ્તાવેજ ઇન્ડિયા ટુડેને હાથ લાગ્યા છે. આ દસ્તાવેજ આઇએસના એક પ્રકાશનનો ભાગ જ છે. આ દસ્તાવેજમાં હિમાલયના વિસ્તારમાં મારકાપ કરવા માટે હાકલ કરવામાં આવી છે.

જેહાદની મહિમાનું ખંડન કરવાની સાથે સાથે આતંકી સંગઠનની ઓળખ એ નફરતને દર્શાવે છે જે હંમેશાં લોકતાંત્રિક શાસન વિરુદ્ધ ભડકાવવામાં આવે છે. આ દસ્તાવેજમાં ઝેર અને દ્વેષ ઓકતા પેરેગ્રાફ છે જેમાં આઇએસએ આર્મી વિરુદ્ધ ખતરનાક ગેરિલા યુદ્ધ ભડકાવવાની પણ કોશિશ કરી છે. આતંકના આ જર્નલના એક પેરેગ્રાફમાં જણાવાયું છે કે તમે કોઇ મજબૂત આર્મી સામે નહીં, પરંતુ મૂર્તિપૂજક અને ગૌમૂત્ર પીનારા સામે લડી રહ્યા છો. તેમાં આગળ લખ્યું છે કે આ સૌથી કમજોર તાકાત છે અને તેમના પર હુમલો કરવા આસાન છે. તમે એમને ઘેરી લો અને તેમની કત્લેઆમ કરો. આસમાન સુધી પણ તેમનો પીછો કરવો પડે તો પણ કરો.

આવી ખતરનાક ઉશ્કેરણી સાથે આતંકી સંગઠને ઉદારવાદી ઇસ્લામ અને તેના નરમ સૂફી મૂળિયાંને પણ ખીણમાંથી ઉખાડી નાખવાનો સંકલ્પ કર્યો છે. તેમાં લખ્યું છે એ ખરાબ ઉલેમાઓને મારી નાખો જેઓ અફવા ફેલાવી રહ્યા છે. તેમને કત્લેઆમ કરવા માટે કટિબદ્ધ બનો. આતંકના આઠ પાનાંની બ્લૂ પ્રિન્ટમાં લખ્યું છે કે કાફરોએ કાશ્મીર પર લાંબા સમયથી કબજો જમાવી દીધો છે. જ્યારે કાશ્મીરીઓ આઝાદી ઇચ્છે છે. તેમાં વધુમાં લખ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ અને ખિલાફત એ ઇસ્લામનું એક માત્ર પ્ર‌િતનિધિત્વ કરે છે.

લેખના એક પેરામાં લખ્યું છે કે ભારતીય રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓ અને જાસૂસોની હત્યા કરો અને તેમને શંકાનો લાભ આપો નહીં.
http://sambhaavnews.com/

You might also like