Categories: India

કાશ્મીર ખીણમાં આતંકીઓના મહિમાકરણે માઝા મૂકી છે

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ કમાન્ડર દાઉદ અહેમદ શેખને એક અથડામણમાં ઠાર માર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષાદળોને આતંકીઓ સામે આવી અનેક સફળતાઓ મળી છે. તેમ છતાં સુરક્ષાદળો ચિંતિત છે. તેમની ચિંતાનું કારણ છે આતંકવાદીઓના જનાજામાં ઊમટી પડતી જંગી માનવ મેદની. દાઉદ શેખના જનાજામાં જે જંગી સંખ્યામાં ભીડ ઊમટી પડી હતી એવી ભીડ તો મુખ્યપ્રધાન દિવંગત મુફતી મોહંમદ સઇદના જનાજામાં પણ જોવા મળી નહોતી.
હૈદરાબાદ યુુનિવર્સિટી અને જેએનયુમાંની તાજેતરની કેટલીક ઘટનાઓમાં આ બાબત જોવાની જરૂર છે. આખરે એ કોણ લોકો છે, જેઓ આતંકીઓ સાથે ખુલ્લેઆમ ઊભા રહેવામાં કોઇ સંકોચ અનુભવતા નથી? દેશના રાજનેતાઓને આખરે આ પ્રવૃત્તિ કેમ દેખાતી નથી? શું ભાજપ, આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે આ લોકો આટલી હદે જવા તૈયાર છે કે આતંકીઓને બિરદાવવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઊમટી પડે છે.
કાશ્મીરમાં તો આ પ્રવૃત્તિએ માઝા મૂકી છે. લોકો ગાઇ-વગાડીને આતંકીઓનો મહિમા ગાઇ રહ્યા છે. નવેમ્બરમાં કૂલગામ ખાતે જ્યારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તોઇબાના કમાન્ડર કા‌િસમને એક અથડામણમાં ઢાળી દીધો હતો ત્યારે તેના જનાજામાં ૩૦,૦૦૦ લોકો ઊમટી પડ્યા હતા. આતંકીને ઠાર કરવાના વિરોધમાં કૂલગામમાં એક નહીં, પણ ત્રણ-ત્રણ દિવસ સુધી સતત બંધ પાળવામાં આવ્યો હતો. રાજ્ય સરકારને એ આદેશ જારી કરવો પડે છે કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણવાળી જગ્યામાં અઢીથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં એકત્ર થવા પર પ્રતિબંધ છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીર ખીણની ત્રીજી પેઢી બંદૂક તરફ આકર્ષાઇ રહી છે, જાણે કે કાશ્મીરમાં અમેરિકાની જેમ ગન કલ્ચર વિકસી રહ્યું છે એટલે સુધી કે હવે તો નાના-નાના ટેણિયાઓ પણ કાશ્મીરમાં આક્રમક બની રહ્યા છે અને સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આ ટેણિયાઓ આગળ હોય છે.
શું એ માત્ર યોગાનુયોગ છે કે હૈદરાબાદમાં રોહિત વેમુલા અને તેના સાથી તેમજ જેએનયુમાં કન્હૈયા કુમારના સાથીઓને યાકુબ મેમણ, મકબુલ બટ અને અફઝલ ગુુરુ જેવા આતંકવાદીઓ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ છે કે તેઓ જાણે સ્વાતંત્ર્યસેનાનીઓ હોય એ રીતે કન્હૈયા કુમાર એન્ડ કંપની તેમની વરસી મનાવે છે? જેએનયુમાં ડાબેરી ઝોક ધરાવતા માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ કેટલાક અધ્યાપકોને પણ આતંકવાદીઓને બિરદાવતા કાશ્મીરી લોકો પ્રત્યે હમદર્દી અને સહાનુભૂતિ છે. તાજેતરમાં જેએનયુમાંથી થઈ રહેલી કાશ્મીરની આઝાદીની માગણીને જેએનયુના એક પ્રોફેસરે સાચી ગણાવતાં નવો વિવાદ છેડાયો હતો. આ પ્રોફેસરે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે કાશ્મીર ભારતનું નથી અને કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબજો છે.
પ્રોફેસરે જેએનયુમાં કાશ્મીર ભારતનો હિસ્સો નહિ હોવાના સમર્થનમાં થઈ રહેલા નારાને યોગ્ય ગણાવ્યા હતા. કાશ્મીર મુદે પ્રોફેસરે આપેલા વિવાદિત પ્રવચનનો વીડિયો યુ ટ્યૂબ પર જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ પ્રોફેસરે જેએનયુમાં આ ભાષણ તા. રર ફ્રેબ્રુઆરીએ આપ્યું હતું. વીડિયોમાં જેએનયુનાં પ્રોફેસર નિવેદિતા મેનને જણાવ્યું છે કે બધા જાણે છે કે ભારતે કાશ્મીર પર ગેરકાયદે કબજો કર્યો છે અને તમામે આ બાબત સ્વીકારી છે.
પ્રોફેસરે વિદેશી મીડિયાના હવાલાથી જણાવ્યું કે ટાઈમ અને ન્યૂઝ વીક જેવાં વિદેશી પ્રકાશનોમાં ભારતના નકશામાં કાશ્મીરનો અલગ નકશો જોવા મળે છે. જ્યારે સમગ્ર વિશ્વ કાશ્મીર પર ભારતના કબજાને ગેરકાયદે ગણાવી રહ્યું હોય ત્યારે આપણે પણ સમજી લેવું જોઈએ કે કાશ્મીરની આઝાદી માટેની માગણી ખોટી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નિવેદિતા મેનન જેએનયુમાં તુલનાત્મક રાજનીતિ અને રાજકીય થિયરી વિષયનાં પ્રોફેસર છે. તેમના ભાષણનો આ વીડિયો તા.ર૭ ફ્રેબ્રુઆરીએ યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પ્રોફેસર મેનનના આ ભાષણની એબીવીપીએ ટીકા કરી મેનન આ મુદ્દે માફી માગે તેવી માગણી કરી હતી. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપરાંત કેટલાક ખાસ કરીને વિરોધ પક્ષના રાજકારણીઓ પણ તેમને સમર્થન આપે છે. આ પ્રવૃત્તિ ખરેખર દેશ માટે વિઘાતક બની રહી છે.

Navin Sharma

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

7 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

8 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

8 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

8 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

8 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

8 hours ago