નવાઝનો કાશ્મીર રાગ : આતંકવાદી બુરહાનને ગણાવ્યો જાદુઇ નેતા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીરને પાકિસ્તાનનો અભિન્ન અંગ ગણાવ્યું હતું અને એક વાર ફરીથી ભારતને ભડકાવવાનો પ્રયાસ કરતા હિજબુલ મુજાહિદ્દીનનાં મૃત આતંકવાદી બુરહાન વાનીને ઉર્જાવાન તથા જાદુઇ નેતા ગણાવ્યા હતા. શરીફે કાશ્મીરનાં મુદ્દે આયોજીત બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંસદીય સંગોષ્ટીનાં ઉદ્ધાટન સમારંભને સંબોધિત કરતા આત્મનિર્ણયના અધિકાર માટે કાશ્મીરનાં લોકોના સંધર્ષના મુદ્દે તેમની ભાવના અને સંકલ્પ સરાહનીય છે.

રેડિયો પાકિસ્તાનનાં સમાચાર અનુસાર શરીફે કહ્યું કે અમારૂ હૃદય અમારા કાશ્મીરી ભાઇઓ સાથે ધડકે છે. તેમણે કાશ્મીરનાં પાકિસ્તાનનો અભિન્ન હિસ્સો ગણાવ્યુ અને કહ્યું કે દુનિયાને કાશ્મીરની નીતિના મુદ્દે ભારતને કહેવું જોઇએ કે હવે બહુ થયું. પાકિસ્તાની વડાપ્રધાને દાવો કર્યો કે ઉર્જાવાન અને જાદુઇ કાશ્મીરી નેતા બુરહાન વાનીએ કાશ્મીરનાં આંદોલનને એક નવો વળાંક આપ્યો હતો. તેમણે 8 જુલાઇએ સુરક્ષા દળોનાં હાથે વાનીનાં મોત અંગે કાશ્મીરમાં ચાલુ થયેલા વિરોધ પ્રદર્શનોને જોતા ત્યાંનાં લોકો પર ભારતની કથિત આક્રમકતા મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો હતો.

શરીફે કહ્યું કે દરેક પાકિસ્તાની કાશ્મીરીઓનાં આત્મનિર્ણયના અધિકારો માટે સંધર્ષનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરનાં લોકોના સંધર્ષ નૈતિક, રાજનીતિક અને કૂટનીતિક સમર્થન આપતું રહેશે અને તેમનાં અધિકારો માટે આંતરરાષ્ટ્રીય સમુદાયોની આત્માને ઝકઝોરતું રહેશે. શરીફે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરની સ્થિતીને વાકેફ કરાવવા માટે મહત્વપુર્ણ દેશોએ પોતાનાં ખાસ દૂતો મોકલ્યા.

You might also like