કાશ્મીરમાં સજ્જડ બંધઃ દેખાવકારોએ શોપિયામાં સ્કૂલ સળગાવતાં તંગદિલી

શ્રીનગર: કાશ્મીરમાં ગઈ કાલે શ્રીનગરની પેટા ચૂંટણીમાં થયેલી હિંસાખોરી બાદ પરિસ્થિતિ તંગ છે. ત્યારે આજે બંધ દરમિયાન શોપિયામાં દેખાવકારોએ એક સ્કૂલને સળગાવી દેતાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. જેના કારણે હાલ પરીક્ષા ૧૨ એપ્રિલ સુધી મોફૂક રાખવામાં ‍આવી છે. તેમજ કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ ગઈ છે.

અલગાવવાદીઓએ ગઈ કાલે થયેલી હિંસક ઘટનાના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું છે. જેમાં આજે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠ‍‍વવામાં આવી છે. કાશ્મીર યુનિવર્સિટીએ ૧૨મી એપ્રિલ સુધી તમામ પરીક્ષા સ્થગિત કરી છે. તેમજ મોટા ભાગની શાળા અને સરકારી કચેરી બંધ છે. આજે બંધ દરમિયાન વિવિધ વિસ્તારમાં હિંસક ઘટના ચાલુ રહી છે. બીજી તરફ તંત્રએ ૧૨ અેપ્રિલે અનંતનાગ સંસદીય મત વિસ્તારની પેટા ચૂંટણી સુધી કાશ્મીર ખીણ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.

દરમિયાન ગઈકાલે શ્રીનગરમાં દેખાવકારોએ અનેક મતદાન મથકો પર પથ્થરમારો કરતાં ભારે તંગદિલી વ્યાપી હતી. જેમાં સૌથી વધુ હિંસા બડગામમાં થઈ હતી. જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. ગાંદરબલમાં એક મતદાન મથકને આગ લગાવાવામાં આવી હતી.આ ઉપરાંત અનેક જગ્યાએ મતદાન મથક પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાંક ઈવીએમને પણ નુકસાન થયું હતું. જેને કારણે માત્ર ૭.૧૪ ટકા જ મતદાન થઈ શક્યું હતું.મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ હિંસા અંગે ખેદ વ્યકત કર્યો હતો. તેમજ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષમાં પહેલી વાર આવી હિંસા જોવા મળી છે.

http://sambhaavnews.com/

You might also like