જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સૈન્ય અને આતંકી વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં સૈન્યએ ત્રણ આતંકી ઠાર કર્યા હતા. મોડી રાત્રે કરાયેલા સર્ચ ઓપરેશનને સૈન્યએ પૂર્ણ જાહેર કર્યું હતું. શુક્રવારે રાત્રે આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતા સૈન્યએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનના હિઝબુલનના ત્રણ આતંકી ઠાર કરાયા હતા. સૈન્યએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યું હતું. દક્ષિણ કાશ્મિરના પુલવામાના અવંતીપુરાના પંજગામમાં બની હતી. સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન સૈન્ય અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. સેનાએ આતંકીઓ પાસેથી ત્રણ એકે-47 રાઇફલ અને ભારે માત્રામાં ગોલાબારૂદ જપ્ત કર્યા.

You might also like